Arvalli News: અરવલ્લી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. આ ઘટના શામળાજી પાસે બની છે. ખોડંબા ગામ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા આ ઘટના બની હતી. ટ્રકે બાઇક પર બેઠેલા ત્રણ યુવકોને ટક્કર મારી હતી. ટ્રકની આ ટક્કરથી ત્રણેય યુવકો પડી ગયા હતા. આ હિટ એન્ડ રનના કિસ્સામાં એક યુવક મૃત્યુ પામ્યો હતો અને બે યુવાન ઇજા પામ્યા હતા. આ યુવાનો શામળાજી મંદિરે જઈ રહ્યા હતા. વહેલી સવારે ત્રણ વાગે આ ઘટના બની હતી.
આ પહેલાં સાબરકાંઠા (Sabarkantha)માં ખેડબ્રહ્મા હાઇવે રોડ પર ગોઝારો અકસ્માત (Accident) સર્જાયો. હાઇવે પર ગંભીર અકસ્માતમાં 2ના મોત થયા. સાબરકાંઠાના મહારાણા પ્રતાપ સર્કલ (Maharana Pratap Circle) નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો. હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં આ બનાવ બનવા પામ્યો. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા જયારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો. અકસ્માતને પગલે ભારે ભીડ ભેગી થઈ હતી. સતર્ક નાગરિકે બનાવને પોલીસને જાણ કરતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચ્યો.
મહારાણા પ્રતાપ સર્કલ નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતમાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો. જ્યારે અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામનાર 2 મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી. ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકોનું કહેવું છે કે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત બનવા પામ્યો. હાઈવે પર બાઈક પર પતિ પત્ની અને એક બાળક સવાર હતા. હાઈવે પર પસાર થતા બાઈક ચાલક સાથે ટ્રક ચાલકની ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રક ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થયો. આ ઘટનામાં માતા પુત્રનું કરુણ મોત નિપજયું જ્યારે પતિનો આબાદ બચાવ થયો.
બાઈક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ બનવા પામી હતી. ગંભીક અકસ્માતમાં 2લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા લોકોના ટોળેટોળા એકઠા થયાહતા. ટ્રક ચાલકની બેદરકારીના પરિણામે અકસ્માત બન્યો હોવાનું પોલીસને લોકોએ માહિતી આપી હતી. ઈડર પોલીસ આ અકસ્માતમાં પ્રાથમિક કામગીરી કર્યા બાદ આગળની વધુ તપાસ હાથધરી છે. હાલમાં મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી જ્યારે ઘાયલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
આ પણ વાંચો: બોપલમાં હિટ એન્ડ રન, વધુ એક ‘તથ્ય’એ સિક્યોરિટી ગાર્ડને કચડ્યો
આ પણ વાંચો: રાજ્યમાં 4 સ્થળોએ હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત, 2થી વધુ ઉજાગ્રસ્ત
આ પણ વાંચો: બોટાદમાં બરવાળામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત
