Gujarat Accident News/ રાજ્યમાં 4 સ્થળોએ હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત, 2થી વધુ ઉજાગ્રસ્ત

અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર બેફામ હંકારતા અજાણ્યા વાહનચાલકે એક રાહદારીનો જીવ લીધો. અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. મૃતક ખાનગી કંપનીમાં વર્કરનું કામ કરતો હતો.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 36 1 રાજ્યમાં 4 સ્થળોએ હિટ એન્ડ રનની ઘટનામાં 3ના મોત, 2થી વધુ ઉજાગ્રસ્ત

Ahmedabad News: અમદાવાદના સરખેજ-બાવળા હાઈવે પર બેફામ હંકારતા અજાણ્યા વાહનચાલકે એક રાહદારીનો જીવ લીધો. અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. મૃતક ખાનગી કંપનીમાં વર્કરનું કામ કરતો હતો. રિસેસમાં હોટલ પર ચા પીવા જતા સમયે અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી. અકસ્માત સર્જાતા મૃતકના સાથી કર્મીઓએ 108ને ફોન કર્યો હતો.પરંતુ સારવાર મળતા પહેલા જ રાહદારીનું મોત નીપજ્યું હતું.

બાવળા-સરખેજ હાઈવે પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં બાઈક પર સવાર 2 લોકોને ઈજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. બાદમાં બંને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી. ગોપીનાળા પાસે અજાણ્યા વાહનચાલકે રાહદારી મહિલાને ટક્કર મારી. અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મહિલાના પરિજનોની શોધખોળ શરૂ કરી. પોલીસે ગોપીનાળા પાસે લાગેલા CCTVની મદદથી અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી

સાબરકાંઠામાં હિંમતનગર-અંબાજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. અજાણ્યો વાહનચાલક બાઈકસવારને ટક્કર મારીને ફરાર થયો હતો. વાહનચાલકે ટક્કર મારતા બાઈકચાલક સંતુલન ગુમાવીને ડિવાઈડર સાથે અથડાઈને પડ્યો હતો. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પ્રાથમિક તપાસમાં મૃતક મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાયલા ચોટીલા હાઇવે પર કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

આ પણ વાંચો: ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો: માબાપને કહ્યા વિના કાર લઈને નીકળેલા સગીરે કર્યો અકસ્માત, એકનું મોત