grief/ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર વ્યક્ત કર્યો શોક

કોંગ્રેસના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું આજે નિધન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. જેના કારણે 15 ઓક્ટોબરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

Gujarat Others

કોંગ્રેસના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું આજે નિધન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. જેના કારણે 15 ઓક્ટોબરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અહેમદ પટેલના નિધનથી  ગુજરાતના રાજકારણમાં શોક છવાયો છે. ખાસ કરીને કોંગ્રેસ માટે આ ખૂબ જ મોટુ નુક્સાન છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ અહેમદ પટેલના અવસાનને ગુજરાત કોંગ્રેસ માટે મોટુ નુક્સાન ગણાવ્યું છે. અમિત ચાવડાએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કરતા કહ્યું છે કે, અહેમદ પટેલનું યોગદાન કોંગ્રેસ પાર્ટી કાયમ યાદ રાખશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શ્રદ્ધાંજલિ પાઠવી

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, વર્ષોથી તેઓએ કોંગ્રેસને મજબૂત અને એક કરવા પ્રયત્નો કર્યા છે. જ્યારે પણ મુશ્કેલી આવી તેના ઉકેલ અને રસ્તો કાઢવા કુશળતાપૂર્વક કામ કર્યું છે. કોંગ્રેસ અન દેશને આજે મોટી ખોટ પડી છે. કાર્યકરોને પણ મોટી ખોટ પડી છે. હું જ્યારે કોવિડમાં સારવારમાં હતો, ત્યારે મદદ કરવામા, મને પ્રોત્સાહિત કરવામાં સતત કાળજી લીધી. કોંગ્રેસને આગળ વધારવામાં તેઓનો મોટો ફાળો રહ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા નાઝુભાઈ ફડવાલાએ શોક વ્યક્ત કર્યો

શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ વિશે કહ્યું કે, 42 વર્ષથી મારે તેમની જોડે સંબંધ હતો. તેઓ મારા જૂના મિત્ર હતા. જે માણસ આખી જિંદગી પાર્ટી માટે અને પાર્ટીના કાર્યકર્તાઓ માટે જીવ્યા, કોંગ્રેસને કોઈ તકલીફ પડે તો માણસ પડખે ઉભો રહ્યો અને પાર્ટીની ગાડી પાટા પર લઈ જાય એવું વ્યક્તિત્વ તેમન હતું. તેમના નિધનથી ન પૂરાય એવી ખોટ પડી છે. પબ્લિક લાઇફમાં પડ્યા પછી પણ સત્તાથી વિમુખ રહી શકે એવા માણસ હતા. કોઈ હોદ્દો માટે ક્યારેય કોઇ ઇચ્છા વ્યક્ત નથી કરી એવા અહેમદ પટેલના દુખદ અવસાનથી ઘેરા શોકની લાગણી વ્યક્ત થાય છે. 1978થી અમે બંને લોકસભાના સાંસદ હતા ત્યારથી અમારે ખૂબ અંગત સંબંધો હતા. દરેક દુઃખોની દવા એટલે અહેમદ પટેલ હતા.

હાર્દિક પટેલે અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું

રાજીવ સાતવ, દિગ્વિજય સિંહ, અર્જૂન મોઢવાડીયા,પરેશ ધાનાણી, હાર્દિક પટેલે પણ શોક વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અહેમદ પટેલ અમારા જેવા યુવા નેતાઓના માર્ગદર્શક હતા. કૉંગ્રેસ પાર્ટીને મજબુત કરવા માટે અહેમદ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે.