Palanpur News: પાલનપુરમાં દિવાળીના તહેવાર દરમિયાન માવજત હોસ્પિટલમાં આગ (Hospital Fire)લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલની કેન્ટીનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં પરિસરમાં અફરાતફરી મચી હતી. દર્દીઓને સ્ટાફ અને સ્થાનિકોની મદદથી સુરક્ષિત બહાર ખસેડાયા હતા. ફાયર વિભાગની ત્રણ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો અને સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
Hospital Fire: દર્દીઓને સુરક્ષિત બહાર ખસેડાયા
ઘટના(Palanpur Hospital Fire)ની ગંભીરતાને ધ્યાનમાં રાખી માવજત હોસ્પિટલ(Mavjat Hospital)ના દર્દીઓને સ્ટાફ અને સ્થાનિક લોકોની મદદથી સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા. કેન્ટીનમાં આગ(Canteen Fire) લાગતાં પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર વિભાગની ત્રણ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.
આ પણ વાંચો: ચાંગોદર નજીક ચોકલેટ ફેક્ટરીમાં ભીષણ આગ! એક શ્રમિકનું મોત, 1 લાખ લીટર પાણીનો મારો ચલાવાયો
આ પણ વાંચો: પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ, જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદ્યા મુસાફરો
આ પણ વાંચો: વાપીના સરીગામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, 3 કલાકની જહેમત બાદ કાબૂ, સામી દિવાળીએ ભારે નુકસાન
