Punjab News/ પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ, જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદ્યા મુસાફરો

પંજાબના રાજપુરા નજીક આવેલા સરાઈ બંજારા વિસ્તારમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં (Karmabhoomi Express)આગ (Train Fire)લાગી હતી

India
પંજાબમાં ટ્રેનમાં આગ (Train Fire)લાગવાની એક ભયાનક ઘટના સામે આવી છે.

Punjab News : પંજાબમાં ટ્રેનમાં આગ (Train Fire)લાગવાની એક ભયાનક ઘટના સામે આવી છે. રાજપુરા નજીક સરાઈ બંજારા પાસે કર્મભૂમિ એક્સપ્રેસ (Karmabhoomi Express)ટ્રેનના ચાર કોચમાં અચાનક આગ ફાટી નીકળતાં મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રેનમાંથી ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ ચાલતી ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો.

રાજપુરા નજીક કર્મભૂમિ એક્સપ્રેસમાં આગની ઘટના

મળતી માહિતી મુજબ, પંજાબના રાજપુરા નજીક આવેલા સરાઈ બંજારા વિસ્તારમાં કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં (Karmabhoomi Express)આગ (Train Fire)લાગી હતી. ટ્રેન ચાલુ હતી તે દરમિયાન આગ લાગતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક ચાર કોચ આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.

ચાર કોચમાં આગથી મુસાફરોમાં અફરાતફરી

ટ્રેનના ચાર કોચમાં આગ ફેલાતાં મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળવા દોડ્યા હતા. ઘટનાના વીડિયો અને દૃશ્યોમાં કોચમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. સ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલાક મુસાફરોએ જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદકો માર્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ધુમાડાથી મુસાફરોને શ્વાસ લેવામાં મુશ્કેલી

આગના કારણે ફેલાયેલા ધુમાડાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાના અહેવાલ છે. આ ઘટનામાં કેટલાક મુસાફરો દાઝ્યા હોવાની અથવા ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

કર્મભૂમિ એક્સપ્રેસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. ટ્રેનના ચાર કોચ આગની લપેટમાં આવતાં રેલવે સુરક્ષા વ્યવસ્થા અને મુસાફરોની સલામતી અંગે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાને પગલે રેલવે તંત્ર દ્વારા સ્થિતિની વિગતો મેળવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગાઝિયાબાદમાં સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી, રેલવે અધિકારીઓમાં ખળભળાટ !

આ પણ વાંચો: પુણે આવતી પેસેન્જર ટ્રેનમાં આગ લાગી, મુસાફરોમાં અફરાતફરી મચી

આ પણ વાંચો: બિહારમાં હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગની દુર્ઘટના, જાનહાનિ ટળી, ટ્રેનોના રુટ ડાયવર્ટ કરાયા