Not Set/ ગેંગસ્ટર વિકાસ દુબેનાં એન્કાઉન્ટર પર હવે ઉઠી રહ્યા છે આ સવાલો

કાનપુરમાં એક અઠવાડિયા પહેલા આઠ પોલીસકર્મીઓની હત્યાનાં મુખ્ય આરોપી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો નાટકીય અંત સામે આવ્યો છે. શુક્રવારે સવારે, લગભગ એક અઠવાડિયા પછી, પોલીસ એન્કાઉન્ટરમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ એસટીએફે માહિતી આપી હતી કે, વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુર નજીક પોલીસ વાહન અચાનક અકસ્માતનો […]

India

કાનપુરમાં એક અઠવાડિયા પહેલા આઠ પોલીસકર્મીઓની હત્યાનાં મુખ્ય આરોપી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો નાટકીય અંત સામે આવ્યો છે. શુક્રવારે સવારે, લગભગ એક અઠવાડિયા પછી, પોલીસ એન્કાઉન્ટરમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ એસટીએફે માહિતી આપી હતી કે, વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. કાનપુર નજીક પોલીસ વાહન અચાનક અકસ્માતનો ભોગ બન્યું હતું અને પલટી ગયું હતું. પોલીસનો દાવો છે કે વિકાસ દુબેએ આ સમયગાળા દરમિયાન હથિયાર છીનવીને ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેનુ એન્કાઉન્ટર કરવાની ફરજ પડી હતી.

વિકાસ દુબેનાં મામલે યુપી પોલીસે એક પછી એક એન્કાઉન્ટર કર્યું છે અને ગુરુવારે તેની અચાનક ધરપકડ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે તેના એન્કાઉન્ટરથી ઘણા જુદા જુદા સવાલો ઉભા થયા છે. સ્વાભાવિક છે કે આને લઈને પણ ખૂબ જ ચર્ચાએ જોર પકડ્યુ છે.

– પોલીસનો દાવો છે કે વિકાસ દુબે 2–3 કિલોમીટર દોડ્યો હતો, તો શું પોલીસ એટલી પણ એલર્ટ નહોતી કે તે આટલુ દોડવામાં સક્ષમ રહ્યો? પોલીસ આવા કુખ્યાત ગુનેગારને ઉજ્જૈનથી કાનપુર લાવવાની તૈયારી કેવી કરી રહી હતી.

– પોલીસે આવા ખતરનાક ગુનેગારને કેવી પકડ્યો હતો કે તે હથિયાર છીનવીને ભાગવામાં સફળ રહ્યો?

– વિકાસ દુબેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો, જ્યારે તે જાણતો હતો કે તે અદાલતમાં જઇ રહ્યો છે, તો તે કેમ ભાગવાનો પ્રયત્ન કરશે?

– શું પોલીસ દ્વારા વીડિયો જાહેર કરવામાં આવશે? પોલીસે પલટાયેલા વાહનની તસવીર જાહેર કરી છે, પરંતુ શું આ ઘટનાને પ્રમાણિત કરવા માટે કોઈ વીડિયો રજૂ કરવામાં આવશે?

– એક અઠવાડિયા અગાઉ આઠ પોલીસ જવાનોને મારનારા આટલા મોટા ગુનેગાર અને ખતરનાક ગુનેગારને લાવનારા પોલીસની સંખ્યા એટલી પણ ન હોતી કે તે હથિયાર પકડીને ભાગવા લાગ્યો?

ઉલ્લેખનીય છે કે, કાનપુર એન્કાઉન્ટરમાં આઠ પોલીસકર્મીઓની નિર્મમ હત્યા બાદ યુપી સરકારની શાખ દાવ પર હતી, જેને લઇને સરકારને ઘણી આલોચનાનો સામનો પણ કરવો પડ્યો હતો. વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહી છે. ત્યારે હવે વિકાસ દુબેનું અચાનક પકડાઇ જવુ અને બાદમાં રસ્તામાં તેનું એન્કાઉન્ટર થવુ, યુપીની ઠોક દેંગે નીતિ પર ઘણા સવાલો ઉભા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.