Cough Syrup Prescription Rules 2026: ભારતમાં મેડિકલ સ્ટોર્સ પરથી સામાન્ય શરદી-ઉધરસની સિરપ કે કફ સિરપ (Cough Syrup) ખરીદનારા લોકો માટે કેન્દ્ર સરકાર તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મંગળવારે એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા નિયમ અનુસાર, હવેથી દેશમાં કફ સિરપ સહિત તમામ પ્રવાહી (સિરપ) દવાઓ ડૉક્ટરની સત્તાવાર પર્ચી (Prescription) વગર ઓવર-ધ-કાઉન્ટર (OTC) સીધી ખરીદી શકાશે નહીં.
‘ડ્રગ્સ રૂલ્સ, 1945’ માં કરાયો મોટો કાનૂની ફેરફાર
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દવાઓના વેચાણના નિયમોને વધુ કડક બનાવવા માટે ‘ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, 2026’ અંતર્ગત ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારાને 9 June 2026 ના રોજ ઓફિશિયલ ગેઝેટમાં પણ નોટિફાય કરી દેવાયો છે:
સરકાર દ્વારા વર્ષ 1945 ના ડ્રગ્સ નિયમોની અનુસૂચિ K (Schedule K) ના સીરીયલ નંબર 13 ના આઇટમ નંબર (7) માંથી ‘સિરપ’ (Syrups) શબ્દને સત્તાવાર રીતે હટાવી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધી ‘Schedule K’ હેઠળ સિરપ કેટેગરીની દવાઓને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ના કેટલાક કડક નિયમો અને જોગવાઈઓમાંથી વિશેષ છૂટ મળેલી હતી, જેના કારણે મેડિકલ સ્ટોર વાળા ડૉક્ટરના લખાણ વગર પણ કફ સિરપ(Syrup) વેચી શકતા હતા. પરંતુ હવે આ છૂટછાટ હંમેશ માટે નાબૂદ કરી દેવાઈ છે.
નશાખોરી અને Syrup ના દુરુપયોગને રોકવા કડક આદેશ
વાસ્તવમાં, દેશભરમાં કફ સિરપનો(Syrup) ઉપયોગ નાના બાળકોથી લઈને વડીલો સુધી ખૂબ વ્યાપક પ્રમાણમાં થાય છે. પરંતુ કેટલાક સમયથી કફ સિરપમાં રહેલા આલ્કોહોલ અને નશીલા તત્વોના કારણે તેનો ઉપયોગ નશાખોરી તરીકે થતો હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. આ સિવાય કફ સિરપના ઓવરડોઝ અને ગુણવત્તાને લીધે પણ અનેક ચિંતાઓ ઊભી થઈ હતી.
આ ગંભીર દુરુપયોગને રોકવા માટે સરકારે ‘ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ’ (DTAB) ની ઊંડી સલાહ-મશવિરા બાદ આ નિર્ણય લીધો છે. આ પૂર્વે 29 December 2025 ના રોજ સરકાર દ્વારા એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને સામાન્ય જનતા અને ફાર્મા ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી વાંધાઓ તેમજ સૂચનો મંગાવવામાં આવ્યા હતા. તમામ લોકોના મંતવ્યોની ચકાસણી કર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે આ આખરી આદેશ જાહેર કર્યો છે. હવેથી કોઈપણ મેડિકલ સ્ટોર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ(Syrup) આપશે, તો તેનું લાયસન્સ રદ થવા સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
