Delhi Police Encounter Lawrence Bishnoi Gang: દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે જોડાયેલા જીમની બહાર થયેલા ફાયરિંગ મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટે એક ભયાનક એન્કાઉન્ટર (મુઠભેડ) બાદ આ ઘટનાના બંને મુખ્ય શૂટરોને દબોચી લીધા છે. ધરપકડથી બચવા માટે આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં બંને શૂટરોના પગમાં ગોળી વાગી છે (હાફ એન્કાઉન્ટર). હાલ બંનેને ચુસ્ત પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન
પકડાયેલા શૂટરોની ઓળખ હરિયાણાના સોનીપત નિવાસી હકીકત અને સાગર તરીકે થઈ છે. પોલીસને તેમની પાસેથી પાકિસ્તાન બનાવટના અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ બંને શૂટરો લોરેન્સ બિશ્નોઈ ગેંગના ‘અનિલ પંડિત મોડ્યુલ’ સાથે સીધા જોડાયેલા છે અને તેઓ પશ્ચિમ વિહાર વિસ્તારમાં કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં ફરી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને ઘેરી લીધા હતા.
શા માટે થઈ હતી જીમ પર ફાયરિંગ?(Guru Randhawa Gym Firing)
11 જૂનની વહેલી સવારે આશરે 4 વાગ્યે પશ્ચિમ વિહાર સ્થિત ‘24HS ફિટનેસ જીમ‘ (Guru Randhawa Gym Firing) બહાર આ હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જ્યાંથી પોલીસને કારતૂસના 7 ખાલી ખોખા મળ્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ ઘાયલ થયું ન હતું, પરંતુ બાદમાં બિશ્નોઈ ગેંગના અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર આ ફાયરિંગની(Guru Randhawa Gym Firing) જવાબદારી લીધી હતી. આ કેસમાં પોલીસે અગાઉ બહાદુરગઢથી અરમાન અને તુષાર નામના બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હવે સમગ્ર નેટવર્કને તોડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુરુ રંધાવા હોસ્પિટલમાં દાખલ, ખરાબ રીતે ઘાયલ, તસવીર જોઈને ચાહકો વિશ્વાસ કરી શકતા નથી
આ પણ વાંચો:ગુરુ રંધાવાએ શાહરૂખને તેના જ ચોકલેટી અંદાજમાં કર્યું બર્થ-ડે વિશ, જુઓ
આ પણ વાંચો:ગુરુ રંધાવા અને નોરા ફતેહીએ ‘નાચ મેરી જાન’ પર કર્યો એવો ડાંસ, જોતા રહી જશો આપ

