Not Set/ મુંબઇમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત,નવા કેસ 13 હજારથી વધુ,5 દર્દીનાં મોત

BMC દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારે મુંબઈમાં કોરોનાના 13648 નવા કેસ નોંધાયા છે.

Top Stories India

મુંબઈમાં કોરોનાનો નવો આંકડો સામે આવ્યો છે. આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. BMC દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારે મુંબઈમાં કોરોનાના 13648 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ સોમવારે કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 27214 નોંધાઈ છે.

આજે મુંબઈમાં કોરોના સંક્રમણને કારણે 5 દર્દીઓના મોત થયા છે. દેશની આર્થિક રાજધાનીમાં નોંધાયેલા 13648 કેસમાંથી 798 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં 35266 બેડમાંથી 7408 બેડ હાલમાં ખાલી છે. મુંબઈમાં 168 ઈમારતો સીલ કરવામાં આવી છે. મુંબઈમાં આજે 30 સક્રિય કન્ટેઈનમેન્ટ ઝોન છે.

અગાઉ રવિવારે સતત બીજા દિવસે શહેરમાં કોવિડ -19 કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. રવિવારે મુંબઈમાં 19,474 નવા કેસ નોંધાયા હતા. શનિવારે નોંધાયેલા 20,318 કેસ કરતાં શનિવારે 4% ઓછા કેસ નોંધાયા હતા.

મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના ભયંકર ઝડપે વધી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં દરરોજ નવા સંક્રમણના કેસોમાં આશ્ચર્યજનક વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે, 9 જાન્યુઆરીએ, અહીં ચેપના 44 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. એકલા મુંબઈમાં 20 હજાર 318 કેસ નોંધાયા છે.