Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારમાં બે શબ્દો છે ભ્રષ્ટ અને આચાર જ્યારે કોઈ વ્યક્તિ પોતાના હક્કની બહારનું અને જરૂરિયાત કરતા વધારાનું મેળવવાના શોર્ટકટ શોધે ત્યારે નૈતિકતા ગુમાવે છે અને ભ્રષ્ટાચારને પોષે છે.આપણે આ જે વાતાવરણ બન્યું છે તેને તોડવું પડશે અને મજબૂતીથી મક્કમ નિર્ધારથી ભ્રષ્ટાચાર સામેની લડાઈ તેજ બનાવવી પડશે.મુખ્યમંત્રી આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસે ગાંધીનગરમાં રાજ્ય સરકારના લાંચરુશ્વત વિરોધી બ્યુરો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા.
ભ્રષ્ટાચાર – લાંચરુશ્વતની બદી સામે અવાજ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરનારા રુશ્વત માંગનારા અધિકારીઓ – કર્મચારીઓને જબ્બે કરવામાં ACBને સહાયક બનેલા સામાન્ય નાગરિકો એવા ૧૦ જેટલા ફરિયાદીઓનું CARE અંતર્ગત સન્માન પણ મુખ્યમંત્રીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સામાન્ય માનવીની ભાગીદારી જોડવા આપેલી પ્રેરણા અનુસાર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ૨૦૨૪થી આ CARE પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ આપનારા ફરિયાદીને કોઈ હેરાનગતિ ન થાય તે માટે યોગ્ય સુરક્ષા, સહાયતા પૂરી પાડવા સાથે ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરી વિગતો, સૂચનો મેળવીને તેની રજૂઆતોના અનુસંધાને નિવારણ પણ લાવવામાં આવે છે. આ CARE પ્રોગ્રામ અન્વયે ૧૮૬૪ ફરિયાદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો છે.એટલું જ નહીં, આવા ફરિયાદીઓ પાસેથી મળેલા ૧૭૫ સૂચનો અને ૭૨ જેટલી રજૂઆતો મેળવીને ૨૩ જેટલા કેસમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CARE અંતર્ગત ફરિયાદ કરનારા નાગરિકોને તેમની જાગરૂક્તા અંગે પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં એક મોટો બદલાવ આવ્યો છે. જો લોકોનું ભલું કરવાની ઈચ્છાશક્તિ હોય તો એક વ્યક્તિ કેવા સારા પરિણામો લાવી શકે તેનું દેશ સમક્ષ આ એક મોટું ઉદાહરણ છે તેમ તેમણે ઉમેર્યું હતું.વડાપ્રધાનએ દેશને ૧૧મી આર્થિક મહાસત્તાથી પાંચમા ક્રમે લાવી દીધો છે અને હવે વિકસિત ભારત @ ૨૦૪૭ અન્વયે ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાનો તેમનો સંકલ્પ છે.
આ પણ વાંચો: રિડેવલપમેન્ટને લઈને કાલુપુર રેલ્વે સ્ટેશને વીઆઇપી લોન્જ બંધ
આ પણ વાંચો: કાલુપુર રેલવે સ્ટેશન 1 ઓક્ટોબરથી બંધ થશે, જાણો શું છે હકિકત
આ પણ વાંચો: અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર માસૂમને તરછોડી દેવાનો કિસ્સો, ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવી
