Ahmedabad News: ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેવાના કેટલાયે કિસ્સાઓ સામે આવતા હ્રદય દ્રવી ઉઠે છે. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ, ક્ન્યાના શિક્ષણ માટે માતબર રકમ ફાળવે છે, તો બીજી બાજુ નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 6 પર લોકશક્તિ ટ્રેનના ડબ્બામાંથી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાળકીને એમ્બ્યલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ છે. જનરલ ડબ્બામાં બેગમાંથી બાળકી મળી આવતા તેના માતા-પિતા કોણ છે અને તેને અહીં કોણ લાવ્યું તેની પોલીસ તપાસ થઈ રહી છે.
મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 6 પર લોકશક્તિ ટ્રેનના જનરલ ડબ્બામાંથી મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. માસૂમ બાળકીને અહીં કોણ મૂકી ગયું હશે, તેના માતા પિતા કોણ છે અ અંગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. બાળકી મળી આવતા રેલ્વે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે.
નવજાત બાળકીને કોણ મૂકી ગયું હશે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં ખસેડાઈ છે.
આ અગાઉ પણ ગુજરાતના વિવિધ શહેરોમાં બાળકીને તડછોડી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત બાળકી મળી આવી હતી. તો ડિસાના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી મંદિરના પગથિયે 14 મહિનાની બાળકીને કોઈ મૂકીને જતું રહ્યું હતું.

આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં
આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ માટે AMCની નવી પહેલ, શહેરમાં બોન્સાઈ ટોપીયોરી શોનું આયોજન
આ પણ વાંચોઃ
