Gir Somnath News : વેરાવળ કોર્ટ દેવાયત ખવડને જામીન આપ્યા છે. જેમાં દેવાયત ખવડને 1 લાખનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.જ્યારે અન્ય આરોપી ને 25 હજારના બોન્ડ પર જામીન અપાયા છે. તે સિવાય દેવાયત ખવડ ને 2 જિલ્લામાં પ્રવેશ નહી કરવાનો પણ જામીનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જેમાં તેમને અમદાવાદ અને સુરેન્દ્ર નગરમાં જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલું જ નહી દેવાયત ખવડને પોતાના ઘરે જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ખવડને તાલાલા પોલીસમાં પાસપોર્ટ જમા કરાવવા જણાવાયું છે.
ઉપરાંત દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે.જેમાં પોલીસ બોલાવે ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે.
આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!
આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ
