રિપોર્ટ/ ઉંચાઇવાળા વિસ્તારોમાં કેમ અશક્ત બની જાય છે ચીની સૈનિક જાણો..

એલએસી પર, ચીની સરકાર અને પીએલએએ આ કમજોરીને સારી રીતે અનુભવે છે. એલએસીમાંથી સૈનિકો પાછા ખેંચવાનું આ પણ એક મોટું કારણ હતું

Top Stories

ચીની સૈનિકો ઉંચાઇવાળા સ્થળોએ લડવા સક્ષમ નથી આ વાત જાણીને ચોક્કસથી નવાઇ લાગે, પરંતુ  અમેરિકન મેગેઝિન નેશનલ ઇન્ટરેસ્ટના રિપોર્ટ પ્રમાણે, ચીન ઉંચાઈવાળા સ્થળોએ તોપથી લોન્ચરો સુધી ભારે હથિયારો સાથે તૈનાત તો રહી શકે છે.  પરંતુ તેઓ આવા સ્થળો પર યુદ્ધ કરવામાં પાછળ છે.

ચીન છેલ્લા કેટલાક સમયથી પોતાની સૈન્ય તાકાત વધારવા માટે ઘણા પૈસા ખર્ચ કરી રહ્યું છે. તે નવા શસ્ત્રો બનાવી રહ્યું છે અને તેને અત્યાધુનિક દેખાવ પણ આપી રહ્યું છે, પરંતુ પર્વતો પર હથિયારોની જમાવટ હોવા છતાં, ચીન તેના સૈનિકોમાં તેનો ઉપયોગ કરવાની ઇચ્છા પેદા કરી શકતુ નથી. આ જ કારણ છે કે પૂર્વી લદ્દાખમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના ઘૂસણખોરી બાદ ચીની સૈનિકો પાછા હટી ગયા. જ્યારે તેના વિરૂદ્ધમાં ભારતીય સૈનિકો ઓછી તૈયારીઓ છતાં મક્કમ રહ્યા અને ચીની સૈનિકોને યોગ્ય જવાબ આપ્યો.

ચીનનો દાવો પોકળ

નેશનલ ઇન્ટરેસ્ટ અનુસાર, ચીન ટૂંકા સમયમાં ઉંચાઇ પર રોકેટ લોન્ચર, હોવિત્ઝર અને રોકેટ લોન્ચર તૈનાત કરી શકે છે. તેણે પૂર્વ લદ્દાખમાં ઘૂસણખોરી દરમિયાન પણ આવી જ તરકીદ અપનાવી હતી. ચીની સૈનિકો ફાયરિંગ એક્સરસાઇઝ કરતા હોવાના વીડિયો પણ વાયરલ થયા હતા. આ વીડિયો પાછળનો હેતુ એ સ્પષ્ટ કરવા માટે હતો કે પીએલએ ઉંચાઈ પર દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે.

પર્યાવરણના પડકારોનો સામનો કરવામાં અસમર્થ

ચીને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના સૈનિકોએ તેમના મિશનને નિષ્ફળ બનાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ચીની સૈનિકો ઉંચાઈ પર પર્યાવરણના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે. તેમને ઓક્સિજનની અછત અને તાપમાન શૂન્યથી ઘણું  ઓછુ લાગે છે.

માનસિક રીતે નબળા ચીની સૈનિકો

પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર, ચીની સરકાર અને પીએલએએ આ કમજોરીને સારી રીતે અનુભવે છે. એલએસીમાંથી સૈનિકો પાછા ખેંચવાનું આ પણ એક મોટું કારણ હતું.  ઉંચાઈ પર તૈનાત ચીની સૈનિકો વધુને વધુ બીમાર થઈ રહ્યા હતા અને ભારતીય સૈનિકો સાથે સ્પર્ધા કરવા માટે માનસિક રીતે ખૂબ જ નબળા હતા.