Not Set/ વિશ્વમાં સૈાથી પ્રમાણિક શહેર ક્યું છે,ભારતનું ક્યું શહેર બીજા નંબર પર આવ્યું જાણો

રીડર્સ ડાયજેસ્ટ એ જાણવા માંગતા હતા કે વિશ્વમાં કયું શહેર કેટલું પ્રમાણિક છે. તે સંદર્ભે  ધ વોલેટ એક્સપરીમેન્ટ હાથ ધરવામાં આવ્યો હતો

Top Stories

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચીફ આનંદ મહિન્દ્રાએ બુધવારે ધ વોલેટ એક્સપરીમેન્ટ ની વિગતો શેર કરી હતી. શહેરની પ્રમાણિકતા ચકાસવા માટે કરવામાં આવેલા આ સોશિયલ પરીક્ષણમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ વિશ્વનું બીજું સૌથી પ્રમાણિક શહેર બની ગયું છે.

શું છે The Wallet Experiment’

રીડર્સ ડાયજેસ્ટ એ જાણવા માંગતા હતા કે વિશ્વમાં કયું શહેર કેટલું પ્રમાણિક છે. તે સંદર્ભે  ધ વોલેટ એક્સપરીમેન્ટ    હાથ ધર્યો. આ સોશિયલ પરિક્ષણ હેઠળ, રીડર્સ ડાયજેસ્ટે જાણી જોઈને વિશ્વના 16 મોટા શહેરોમાં કુલ 192 પાકીટ ગુમાવ્યા હતા આ રીતે, લગભગ દરેક શહેરમાં 12 પાકીટ ખોવાઇ ગયા હતા.

પાકિટમાં 50 ડોલર મૂકવામાં આવ્યા હતા

આ તમામ પાકીટમાં એક વ્યક્તિનું નામ, સરનામું, ફોન નંબર, પરિવારનો ફોટો, કુપન અને બિઝનેસ કાર્ડ રાખવામાં આવ્યા હતા. આ સાથે, સ્થાનિક ચલણ અનુસાર $ 50 (આશરે 3,600 રૂપિયા) ની રકમ પણ રાખવામાં આવી હતી અને આ શહેરમાંથી કેટલા પાકિટ પરત આવ્યા તેની રાહ જોવામાં આવી હતી.

મુંબઈ બીજું પ્રમાણિક શહેર

આ સાેશિયલ પરીક્ષણમાં  12 પૈકી 9 પાકીટ મુંબઈમાં પાછા આવ્યા અને તે વિશ્વનું બીજું સૌથી પ્રમાણિક શહેર બન્યું છે ત ફિનલેન્ડના હેલિન્સ્કી શહેરમાં 12 પૈકી 11 પાકીટ સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યા હતા અને તે વિશ્વનું સૌથી પ્રમાણિક શહેર હોવાનું જાણવા મળ્યું હતું.ન્યૂયોર્ક અને બુડાપેસ્ટમાં 12 માંથી 8 પાકીટ પાછા આવ્યા, મોસ્કો અને એમ્સ્ટરડેમમાં 7, બર્લિન અને લુબ્લજાનામાં 6, લંડન અને વર્સેલ્સમાં 5 પાકિટ પરત આવ્યા હતા.

સૂચિમાં સૈાથી નીચે આ શહેર

પોર્ટુગલના લિસ્બન શહેરમાં, 12 માંથી માત્ર એક જ પાકીટ પાછું આવ્યું. આ રીતે તે આ યાદીમાં તળિયે રહ્યો. તે જ સમયે, 12 માંથી 4 પાકીટ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં, સ્વિત્ઝરલેન્ડમાં ઝુરિચ અને રોમાનિયામાં બુકારેસ્ટ, ચેક રિપબ્લિકના પ્રાગમાં 3 અને સ્પેનના મેડ્રિડમાં 2 પરત આવ્યા હતા.

આનંદ મહિન્દ્રાનું ટ્વીટ

આ માહિતી શેર કરતા આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે તેમના માટે આ આશ્ચર્યજનક નથી. આ પરિણામ તેમને સંતોષ થયો છે . અને જો મુંબઈના લોકોને સંબંધિત શહેરોના લોકોની આવક સાથે સરખાવવામાં આવે તો તે વધુ આદરણીય છે.