Gujarat News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ

વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે, ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને “Vocal for Local”ના મંત્રથી “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ થઈએ, વડાપ્રધાનએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ આપ્યું …

Top Stories Gandhinagar Gujarat

Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફ જવાની પ્રેરણા આપે છે. આ પ્રેરણા સાથે ગુજરાત ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સકારાત્મક દ્રષ્ટિકોણથી વિકાસ તરફની ઊર્ધ્વગતિ કરી રહ્યું છે.

મુખ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે કે, આ તહેવારોમાં સૌ નાગરિકો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવા સંકલ્પબદ્ધ થઈને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’થી “Vocal for Local” દ્વારા “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડે.

તેમણે ઉમેર્યું છે કે, વડાપ્રધાનએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ લોકોને આપ્યું છે, તેના પરિણામે વ્યવસાયો વધુ સરળ બન્યા છે, વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને ગુજરાત વધુ સમૃદ્ધિના નવા શિખરો સર કરી રહ્યું છે.

મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યને સુસંગત વિકસિત ગુજરાત@2047ના વિઝનને સાકાર કરવા ‘એજન્ડા ફોર 2035’થી રાજ્યના સર્વાંગી વિકાસના લક્ષ્યો આપણે નક્કી કર્યા છે.

વિક્રમ સંવતના આ નૂતન વર્ષે, વિકસિત ભારતના વડાપ્રધાનના વિઝનને વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ બને તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બિહાર ચૂંટણી પ્રવાસ, વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી

આ પણ વાંચો:રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના નવા સભ્યોનો પરિચય…

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ CM તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન…