36 કલાક પહેલા ઉનાના નવાબંદર ગામે દરીયા કિનારે ભારે પવન સાથે તોફાન સર્જાતા 8 માછીમારો દરીયામાં લાપતા બન્યા હતા. જેમાં ગતરાત્રીએ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો હતો. અને ત્યાર બાદ એનડીઆરએફની ટીમ કાર્યરત થતાની સાથે હોડી મારફતે રેશક્યુ ઓપરેશન હાથ ધરતા બપોર સુધીમાં ૪ વધુ માછીમારના મૃતદેહને શોધી કાઢવા સફતા મળી હતી. 36 કલાક બાદ નવાબંદરમાં દરીયા કિનારે આવેલ ભાખોડા વિસ્તારમાંથી રામુભાઇ જીવાભાઇ બાંભણીયા રહે.ખડા તેમજ નરશીભાઇ જીવાભાઇ ચોહાણ ખારવા રહે.નવાબંદર, કલ્પેશભાઇ રાણાભાઇ સોલંકી રહે. નવાબંદર, સાગરભાઇ જીતુભાઇ રાઠોડ રહે.માણેકપુર વાળાનો મૃતદેહ મળી આવ્યા હતા.
મૃતદેહ ઉના સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. અને મૃતકોના પરિવારમાં અને માછીમાર સમાજમાં શોકનું મોજુ છ્વઈ ગયું હતું. સમગ્ર બંદર વિસ્તારમાં તોફાની વાવાઝોડા બાદ માછીમાર ઉદ્યોગમાં સન્નાટો જોવ મળી રહ્યો છે. ધંધારોજગાર ઠપ્પ થઇ જતાં માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા બોટ માલીકો તેમજ મચ્છીયારાઓ અને વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં દશ ડુબેલી બોટોને પણ દરીયા કિનારે લાવવા પ્રયાસ હાથ ધરી રહ્યા છે. તેમજ જ ૪૨ બોટોને આંશિક નુકસાન પહોચ્યું છે. તેના સમારકામ કરવા નું કામ હાથ ધરવામાં આવ્યું છે.

આજે નવાબંદર ખાતે જીલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઇ ચોહાણ, જી. પં. સભ્ય હરીભાઇ સોલંકી, તા. પં. પ્રમુખ પતિ સામતભાઇ ચારણીયા, નવાબંદરના સરપંચ સોમવારભાઇ મજીઠીયા, માછીમાર આગેવાન સલીમભાઇ બબન તેમજ ગામના માછીમાર મંડળના પ્રતિનીધીઓ સાથે બંદરની મુલાકાત લઇ ઘટના સ્થળે નિરીક્ષણ કરી માછીમાર આગેવાનો સાથે બેઠક કરી હતી. સમગ્ર ઘટનામાં સર્જાયેલ તારાજીની સમીક્ષા કરી માછીમારોની સમસ્યા અને રજુઆતો સાંભળી વહેલીતકે તેવોને તમામ પ્રકારે મદદરૂપ થવા આશ્વાસન આપ્યું હતું. હજુ ૩ માછીમારના મૃતદેહો વહેલી તકે શોધી કાઢવા તંત્રને સુચનાઓ આપી હતી.
બોટોની ક્ષમતા કરતા જેટી નાની હોવાથી બોટો રાખવા મુશ્કેલી…
નવાબંદર ગામની સંપૂર્ણ વસ્તી માછીમાર વ્યવસાય સાથે જોડાયેલ હોય અને વર્ષો જુની જેટી બનાવેલી છે. જે હાલમાં તદન જર્જરીત બની છે. તેમજ દરીયાઇ કાંઠા વિસ્તારમાં બોટો પાર્કિગ કરી શકાય તેવી કોઇજ વ્યવસ્થા નથી. આ જેટી નવી બનાવવા અને ત્યાં પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવા આધાનિક નવિનીકરણ કરવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાષ્ટ્રપતિ દ્વારા ખાત મૂહૂર્ત થઇ ગયા હોવા છતાં હજી બંદર જેટી વિસ્તારમાં કોઇજ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.
ફિશરીઝ વિભાગે સાવચેતી આપી હોત તો જાનમાલની તારાજી રોકી શકાત….
વેધર એનાલીસીશની અત્યાધુનિક ટેકનોલોજી હોવા છતાં ફિશરીઝ વિભાગે સાવચેતીથી બોટોને રોકી હોત તો ઉના નજીક બંદરો પર ફુકાયેલ વાવાઝોડામાં જાનમાલની તારાજી રોકી શકાઈ હોત. પણ આવી કોઇ સુચના હવામાન વિભાગ કે મત્સ્યોદ્યોગ તરફથી જાહેર કરવામાં આવી ના હતી. માછીમારોની સુજસમજણના કારણે ફીસીંગમાં જતા અટકીને કાંઠા નજીક બોટો રાખવા છતાં આ દર્દનાક ઘટના બની અને તેમાં ૮ સાગર ખેડૂના જીવ ગુમાવા પડ્યા અને ૫૨ જેટલી બોટોને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવું પડ્યું….
ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….
હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ
હિન્દુ ધર્મ / શાલિગ્રામને ઘરમાં રાખતી વખતે આ નિયમોનું ધ્યાન રાખો, નહીં તો શ્રી હરિ થઈ જશે ક્રોધિત
