Surat/ દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણીનું પરિણામ, જાણો કોને મળી જીત..?

દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણીનું પરિણામ, જાણો કોને મળી જીત..?

Gujarat Surat

@નિર્મલ પટેલ, સુરત 

દક્ષિણ ગુજરાતમાં સહકારી મંડળીઓના ચૂંટણી માહોલ જામ્યો છે. હાલમાં યોજાઈયલ સાયન સહકારી સુગર ખાંડ વ્યવસ્થાપક મંડળી ચૂંટણી યોજાઇ હતી. જેનું મતગણતરી આજરોજ યોજાશે હતી, સાયન સુગર ફેકટરી જિલ્લા ના શેરડી પકવતા ખેડૂતો માટે આશિર્વાદ રૂપ છે.

સવારથીજ સભાસદો પોતાના ઉમેદવાર જીત ની રાહ જોઈ રહ્યા હતા. સભાસદો પોતાના ઉમેદવાર ની રાહ જોઈ રહ્યા હતા. મતપેટી ખુલતા ની સાથે પરિણામો સામે આવ્યા હતા. સુગર ની કુલ ૧૮ બેઠક પૈકી ૧૬ બેઠક પર મતદાન યોજાયું હતું, જેમાં ૨ બેઠક બિન હરીફ થઈ હતી, જેમાં પ્રથમ બેઠક એવી નું વર્તમાન પ્રમુખ રાકેશ પટેલ નો ૨૬૮ મટે સાયન બેઠક વિજય થયો હતો, તો બીજી તરફ જીલ્લા કોંગ્રેસ નેતા દર્શન નાયકની સાંધીયર બેઠક પરથી ૨૩૩ મટે વિજય થયો હતો,

જોકે સૌથી રોમાંચક ચૂંટણી કુદસદ બેઠક પર રહી હતી. જેમાં ભારે રસાકસી ભર્યા માહોલ વચ્ચે સુગર ના માજી પ્રમુખ કેતન પટેલ નો ૩૯ મટે વિજય થયો હતો, જ્યારે સિઠાણ બેઠક તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભાજપ નેતા દિપેશ પટેલ નો વિજય થયો હતો, સમગ્ર ચૂંટણી ની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…