Not Set/ હાર્દિકે વ્યક્ત કરી હત્યાના કાવતરાની આશંકા, જામનગર પોલિસ પાસે માંગી સુરક્ષા

મંતવ્ય ન્યૂઝ, કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જામનગરમાં તેની હત્યાનું કાવતરુ ઘડાયુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાર્દિકે દાવો કર્યો છે કે અસામાજીક તત્વો દ્વારા જીવલેણ હુમલાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. તેથી હુમલાની શક્યતાને જોતા હાર્દિક પટેલે જામનગર પોલીસને લેખિતમાં રજૂઆત કરીને જામનગર શહેર અને જિલ્લામાં પુરતી સુરક્ષા આપવા માગ કરી છે. હાર્દિક પટેલે સઘન […]

Top Stories Gujarat

મંતવ્ય ન્યૂઝ,

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જામનગરમાં તેની હત્યાનું કાવતરુ ઘડાયુ હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાર્દિકે દાવો કર્યો છે કે અસામાજીક તત્વો દ્વારા જીવલેણ હુમલાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. તેથી હુમલાની શક્યતાને જોતા હાર્દિક પટેલે જામનગર પોલીસને લેખિતમાં રજૂઆત કરીને જામનગર શહેર અને જિલ્લામાં પુરતી સુરક્ષા આપવા માગ કરી છે. હાર્દિક પટેલે સઘન સુરક્ષા માટે પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે.

હાર્દિક પટેલે જામનગર પોલિસને સુરક્ષાની માંગ કરવા માટે લખ્યો પત્ર

ઉલ્લેખનિય છે કે શનિવારે રાત્રે અમદાવાદ ખાતે યોજાયેલી જાહેરસભામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો હતો. આ પહેલા સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન તરૂણ ગજ્જર નામક શખ્સે હાર્દિક પટેલ પર હુમલો કર્યો હતો. આ ઘટનાઓને ગંભીરતાથી લઈ હાર્દિકે સુરક્ષાની માગ કરી છે.