Gandhinagar News/ રાજ્યના પોલીસ વડાની નવી પહેલ:“One Day-One District”

State Police Chief ની અધ્યક્ષતામાં દરરોજ એક જિલ્લાના પોલીસ અધિક્ષકઅને રેન્જ આઇજી સાથે બેઠક યોજાશે

Gujarat Gandhinagar
State Police Chief

Gandhinagar News : જિલ્લા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી અને સ્થાનિક સ્તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્યના પોલીસ વડા (State Police Chief) ડૉ. કે.એલ.એન રાવ દ્વારા “One Day-One District”: એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.

આ પહેલ અંતર્ગત રાજ્યના પોલીસ વડા (State Police Chief) ડૉ. કે.એલ.એન રાવ દ્વારા સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) તથા રેન્જના ઇન્સ્પેક્ટર જનરલશ્રી (IGP) સાથે સીધી બેઠક યોજવામાં આવશે, જેથી જિલ્લાના વિશિષ્ટ પોલીસિંગ સંબંધિત જરૂરિયાતો અને પડકારોને પ્રત્યક્ષ રીતે સમજી શકાય. જિલ્લાની હકીકતોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.

આ બેઠકો દરમિયાન જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ વિશેષ વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક તથા બિન રહેણાંક માળખા સંબંધિત પડકારો, માનવ સંસાધનની પૂરતી ઉપલબ્ધતા, પોલીસ સ્ટેશન/આઉટપોસ્ટ/બીટની રચનામાં ફેરફારની જરૂરિયાત તેમજ અન્ય ખાસ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત, દરેક જિલ્લામાં અમલમાં મૂકાયેલી એક બેસ્ટ પ્રેકટીસ અંગે ચર્ચા કરવામાં આવશે, જેને રાજ્યભરમાં અમલમાં મૂકી શકાય તેની શક્યતા પણ પરખવામાં આવશે.

State Police Chief દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ અપાશે

જિલ્લાઓની પરિસ્થિતિ અને જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ રાજ્યના પોલીસ વડા (State Police Chief) દ્વારા પોલીસ મુખ્યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવશે, જેથી સમયસર સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. જ્યાં નીતિગત અથવા વહીવટી મંજૂરી જરૂરી હોય ત્યાં યોગ્ય પ્રસ્તાવો ગૃહ વિભાગને પણ મોકલવામાં આવશે.

આ પહેલ અંતર્ગત ગઈ કાલે તા. ૦7/૦1/2026ના રોજ ડાંગ–આહવા જિલ્લાના પોલીસ અધિક્ષક સાથે એક બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા શ્રેષ્ઠ પ્રથાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણી વાહન તથા IT ઇન્ફ્રાસ્ટ્રકચર સંલગ્ન જરૂરિયાતોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

 રાજ્યના પોલીસ વડા (State Police Chief) ડૉ. કે.એલ.એન રાવ ના “One Day-One District” કાર્યક્રમથી રાજ્યભરમાં પોલીસ કાર્યક્ષમતા, અસરકારકતા અને જનસેવામાં વધુ સુધારો આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગર : ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી

આ પણ વાંચો: હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો: હોળી, ધૂળેટી અને રમઝાન પૂર્વે રાજ્ય પોલીસ વડાની ઉચ્ચસ્તરીય બેઠક, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા