Jamnagar News/ જામ ખંભાળિયામાં ડીઝલ અછત મુદ્દે બેઠક

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ અને ડીઝલ (Diesel)ના પુરવઠાને લઈને લોકો ગભરાય નહીં અને જરૂરી પ્રમાણમાં જ ઇંધણ ખરીદે

Gujarat Others
જામ ખંભાળિયા પંથકમાં ડીઝલ (Diesel)ની અછત અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓને લઈને સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય બન્યું છે

Jamnagar News : જામ ખંભાળિયા પંથકમાં ડીઝલ (Diesel)ની અછત અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓને લઈને સ્થાનિક પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પેટ્રોલપંપ સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડીઝલ પુરવઠાની સ્થિતિ, લોકોમાં ફેલાતી ગભરાટ અને સંગ્રહખોરી જેવી શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસે પેટ્રોલપંપ સંચાલકો પાસેથી હાલની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી અને સામાન્ય લોકોને ડીઝલ (Diesel)ની પુરવઠામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપી. ખાસ કરીને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અફવાઓને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે તંત્રએ સાવચેતી રાખવા અપીલ કરી છે.

પી.આઈ. રાણા દ્વારા પેટ્રોલપંપ સંચાલકોને માર્ગદર્શન આપતા જણાવાયું કે અફવાઓના કારણે કૃત્રિમ અછત ઊભી ન થાય અને કોઈપણ પ્રકારની સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ અને ડીઝલ (Diesel)ના પુરવઠાને લઈને લોકો ગભરાય નહીં અને જરૂરી પ્રમાણમાં જ ઇંધણ ખરીદે. અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા પણ અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો :રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ વર્ષે 600-700 કરોડથી વધુ રકમનું પેટ્રોલ-ડીઝલ પાછળ કરે છે આંધણ

આ પણ વાંચો :ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું; પંપ ડીલરોની સાત વર્ષ જૂની માંગ પૂરી થઈ

આ પણ વાંચો :પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું બનશે? ક્રૂડ ઓઇલ $130 સુધી પહોંચતાં તેલ કંપનીઓને ₹30,000 કરોડનું માસિક નુકસાન