Gandhinagar News/ સચિવાલયમાં મોટા વહીવટી ફેરફારો

સરકારના આ નિર્ણય બાદ સચિવાલય (Sachivalaya)માં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે

Gujarat Gandhinagar Breaking News
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્ય સચિવાલય (Sachivalaya)માં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે

Gandhinagar News : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્ય સચિવાલય (Sachivalaya)માં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.

લી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્ય સચિવાલયમાં મોટા પાયે વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.

આ ફેરફારો અંતર્ગત સેક્શન ઓફિસર અને વર્ગ-૨ કક્ષાના અનેક અધિકારીઓને અંડર સેક્રેટરી તરીકે બઢતી આપી વિવિધ વિભાગોમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

સચિવાલય (Sachivalaya)માં વહીવટી ગતિવિધિઓ તેજ બની

સરકારના આ નિર્ણય બાદ સચિવાલય માં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. ખાસ કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સહિતના મહત્વપૂર્ણ વિભાગોમાં અધિકારીઓની નવી નિમણૂકો કરવામાં આવી છે.

જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર કેટલાક અધિકારીઓને તેમની હાલની ફરજ સાથે વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. સરકારના મતે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિભાગીય કામગીરીને વધુ ગતિશીલ, ઝડપી અને અસરકારક બનાવવાનો છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવા હોદ્દા પર ચાર્જ સંભાળવાનો રહેશે અને તેની જાણ સંબંધિત વિભાગોને કરવાની રહેશે.

રાજ્ય સરકારના આ મોટા વહીવટી ફેરફાર બાદ સચિવાલયમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સૂત્રોના મતે આગામી સમયમાં અન્ય વિભાગોમાં પણ વધુ બદલી અને બઢતીના આદેશો જાહેર થવાની શક્યતા છે.

આ ફેરફારો અંતર્ગત સેક્શન ઓફિસર અને વર્ગ-૨ કક્ષાના અનેક અધિકારીઓને અંડર સેક્રેટરી તરીકે બઢતી આપી વિવિધ વિભાગોમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.

સરકારના આ નિર્ણય બાદ સચિવાલયમાં વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. ખાસ કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સહિતના મહત્વપૂર્ણ વિભાગોમાં અધિકારીઓની નવી નિમણૂકો કરવામાં આવી છે.

જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર કેટલાક અધિકારીઓને તેમની હાલની ફરજ સાથે વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. સરકારના મતે આ ફેરફારોનો મુખ્ય હેતુ વિભાગીય કામગીરીને વધુ ગતિશીલ, ઝડપી અને અસરકારક બનાવવાનો છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવા હોદ્દા પર ચાર્જ સંભાળવાનો રહેશે અને તેની જાણ સંબંધિત વિભાગોને કરવાની રહેશે.

રાજ્ય સરકારના આ મોટા વહીવટી ફેરફાર બાદ સચિવાલયમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સૂત્રોના મતે આગામી સમયમાં અન્ય વિભાગોમાં પણ વધુ બદલી અને બઢતીના આદેશો જાહેર થવાની શક્યતા છે.

આ પણ વાંચો : વન વિભાગમાં 6 IFS સહિત 8 અધિકારીઓની બદલી

આ પણ વાંચો : રાજ્યમાં કૃષિ વિભાગમાં એક ઝાટકે 46 અધિકારીઓની બદલી કરાઈ, 18ને મળી બઢતી

આ પણ વાંચો : વન વિભાગના અધિકારીઓની બદલી અને બઢતી, જાણો કોને ક્યાં મળી નવી જવાબદારી?