Gujarat News : ગુજરાત રાજ્યના વન વિભાગમાં તાજેતરમાં થયેલી મોટા પાયે બદલીઓ(Transferred)એ પ્રશાસનિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. લાંબા સમયથી ચાલતા આંતરિક મતભેદો અને વિવાદોના અંતે રાજ્ય સરકાર દ્વારા કુલ 8 અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 6 ભારતીય વન સેવા (IFS) અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહીનો સૌથી મહત્વપૂર્ણ પાસો એ છે કે વન વિભાગના વડા ડો. અનિરુદ્ધસિંહને તેમના પદ પરથી હટાવીને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં સાઈડ પોસ્ટિંગ આપવામાં આવી છે. આ નિર્ણયને વિભાગમાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની થયેલી બદલીઓ (Transferred)પર પ્રશ્નો ઊભા થયા હતા
માહિતી મુજબ, થોડા સમય પહેલાં રાજ્યમાં 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની થયેલી બદલીઓ (Transferred)પર પ્રશ્નો ઊભા થયા હતા. આ પ્રક્રિયામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા હતા, જેમાં એક ગોઠવાયેલ નેટવર્ક દ્વારા મનપસંદ રીતે પોસ્ટિંગ આપવામાં આવી હોવાની ચર્ચા હતી.
આ મામલો ગંભીર બનતા ફરિયાદો સીધા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લીધા છે. આ બદલીઓ(Transferred) માત્ર વહીવટી ફેરફાર નહીં પરંતુ ભવિષ્યમાં આવા વિવાદોને રોકવા માટેની ચેતવણી તરીકે પણ જોવામાં આવી રહી છે.
હાલમાં ગાંધીનગર સચિવાલયમાં આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને વન વિભાગના અન્ય અધિકારીઓમાં પણ અસંતોષ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
