- બનાસકાંઠામાં ફરી કોરોનાનો કેસ નોંધાયો
- થરાદના ખોરડા ગામના કિશોરને કોરોના
- 11 વર્ષિય કિશોરને કોરોના પોઝિટિવ
- 25 લોકોના ટેસ્ટ કરતા એક પોઝિટિવ કેસ
- કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક થયું
ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, એક પછી રાજ્યને અનેક શહેરોમાં કોરોના ફેલાઈ રહ્યો છે. ત્યારે આવામાં બનાસકાંઠામાં એક કિશોરને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. થરાદના ખોરડા ગામે 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ શરૂ કર્યા છે.
આ પણ વાંચો :જાણો, સુરતના કયા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને થયો કોરોના
છેલ્લા સાડા ત્રણ મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ શાંતિનો અનુભવ કરી રહ્યું હતું પરંતુ હવે ફરી એકવાર કોરોનાએ જિલ્લામાં પગપેસારો કરતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે અને લોકોને પણ જાહેરમાં માસ્ક પહેરીને ફરવા માટે સૂચના આપી હતી.
આપને જણાવી દઈએ કે, આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, આ કિશોરને શરદી-ખાંસી અને તાવ જેવાં લક્ષણો જણાયા ન હતા છતાં પણ રૂટિન ટેસ્ટ કરતાં તેમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગે તેની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ચકાસી હતી તેમાં પણ છેલ્લા 14 દિવસ દરમિયાન તેને બહાર નો કોઈ જ પ્રવાસ કર્યો હતો. જેથી આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યા છે.
આ પણ વાંચો :મારા બનેવીએ મને બળજબરીથી પકડી કાતરથી મારા વાળ કાપી, મો કાળુ કર્યું હતું : સગીરાની ફરિયાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 6, નવસારીમાં 4, વલસાડમાં 4, બનાસકાંઠામાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, પંચમહાલમાં 1, તાપીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 220 નાગરિકો સ્ટેબલ છે. 8,16,608 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી
આ પણ વાંચો : રાજ્યમાં વધતા કોરોનાનાં કેસ વચ્ચે એલર્ટ મોડમાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ
આ પણ વાંચો : આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશેઃ મુખ્યમંત્રી
