Mahesana News/ મહેસાણામાં જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી, ચેક થયો બાઉન્સ

ખાતામાં રૂપિયા ન રાખી જવેલર્સના માલિકને ચૂનો લગાવ્યો હતો.

Top Stories Gujarat

Mahesana News: મહેસાણા(Mahesana)ના મહાકાળી જ્વેલર્સ(Jewellers)માં છેતરપિંડી(Fraud)નો મામલો સામે આવ્યો છે. બે ગઠિયાઓએ જવેલર્સમાંથી સોનું ખરીદી ચેક આપ્યો હતો, પરંતુ ચેક બાઉન્સ થતાં જ્વેલર્સના માલિકે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં મહાકાળી જ્વેલર્સમાં બે ગઠિયાઓએ 51 ગ્રામની બે લગડીઓ ખરીદી હતી, બાદમાં સોનાની ખરીદી કરી રૂપિયા 4.23 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક માલિકે બેંકમાં જમા કરાવતા ચેક બાઉન્સ થયો હતો. ગઠિયાઓએ ચેક તો આપ્યો પણ ખાતામાં રૂપિયા નહોતા.  જવેલર્સ માલિકે ચેક જમા કરાવતા ગઠિયાઓનો ભાંડો ફૂટ્યો હતો. ખાતામાં રૂપિયા ન રાખી જવેલર્સના માલિકને ચૂનો લગાવ્યો હતો. જવેલર્સના માલિકે બંને ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શૈલેષ પટેલ અને કલ્પેશ પટેલ નામના ઇસમો સામે ગુનો નોંધાયો છે.

સાયબર માફિયાઓ હેમખેમ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો કરોડોની છેતરપિંડી કરી રહ્યા છે.ત્યારે ફરી એકવાર શહેરમાં લોનના નામે છેતરપિંડી (Loan scam) આચરતી ટોળકી ઝડપાઇ છે. જણાવીએ કે, લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી આચરી હતી. આ ટોળકી પહેલા તો જરૂરિયાતમંદ લોકોને શોધતી અને પછી તેમને શિકાર બનાવતી હતી. જે લોકોને લોનની જરૂર હોય તેવા લોકો પાસેથી આ ટોળકી જરૂરી ડોક્યુમેન્ટ લઈને લોન આપવાનું કહીને ડોક્યુમેન્ટ લેતી હતી. આ રીતે ડોક્યુમેન્ટ પર 66 લખાથી વધુની લોન કરાવી હતી.

આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જયારે ફરિયાદીને લોનના હપ્તા આવવા લાગ્યા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત 3 આરોપી ઝડપાયા છે. અને હજુ પણ મુખ્ય આરોપી રાજીવ ચૌબેની શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વેપારી સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું કહીને ભાવનગરના એક શખ્સ દ્વારા છેતરપિંડી

આ પણ વાંચો:વેપારી સાથે રૂ. 16.51 લાખની છેતરપિંડી, 3 આરોપી પકડાયા, 1 ફરાર

આ પણ વાંચો:સુરતમાં લોન આપવાના બહાને 66 લાખની કરી છેતરપિંડી, આ રીતે ફૂટ્યો ભાંડો