Relationship News/ રિલેશનશિપમાં પાર્ટનરનો વધુ પડતો પ્રેમ હોઈ શકે છે જોખમી, આ સંકેતોને ક્યારેય ના કરો નજરઅંદાજ

રિલેશનશિપમાં ‘લવ બોમ્બિંગ’ (Love Bombing) એક ગંભીર સમસ્યા બની રહી છે. અતિશય પ્રેમ અને ભેટો પાછળ છુપાયેલા મેનિપ્યુલેશનને કેવી રીતે ઓળખવું અને તેનાથી કેવી રીતે બચવું, વાંચો આ ખાસ અહેવાલ.

Trending Tips & Tricks Lifestyle Relationships
Love Bombing

Love Bombing in Relationships:  બદલાતા સમય સાથે સંબંધોના અર્થ પણ બદલાઈ રહ્યા છે. આજકાલ ડેટિંગની દુનિયામાં ‘લવ બોમ્બિંગ’ (Love Bombing) શબ્દ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. આ એક એવી જાળ છે જેમાં પાર્ટનર શરૂઆતમાં તમારા પર એટલો બધો પ્રેમ વરસાવે છે કે તમને બધું સપના જેવું લાગે છે, પરંતુ આ પ્રેમ ક્યારે ઈમોશનલ બ્લેકમેલિંગમાં ફેરવાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી.

શું છે આ Love Bombing?

જ્યારે કોઈ વ્યક્તિ તમને પોતાના પ્રેમ, મીઠી વાતો અને અતિશય સારા વ્યવહારથી મેનિપ્યુલેટ (Manipulate) કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને લવ બોમ્બિંગ કહેવાય છે. શરૂઆતમાં આ વ્યવહાર ખૂબ ગમે તેવો હોય છે, પરંતુ ધીમે-ધીમે સામેવાળી વ્યક્તિ તમારી સંવેદનશીલતાનો લાભ ઉઠાવીને તમારા જીવન પર નિયંત્રણ મેળવવા લાગે છે.

Love Bombing

લવ બોમ્બિંગના મુખ્ય સંકેતો (Warning Signs):

હદથી વધારે પ્રેમ: સાચો પ્રેમ ધીમે-ધીમે વધે છે, પણ લવ બોમ્બિંગમાં પાર્ટનર બહુ ઓછા સમયમાં તમારા અત્યંત નજીક આવી જાય છે અને ચોવીસ કલાક પ્રેમનો ઈઝહાર કર્યા કરે છે.

ભવિષ્યના પ્લાનિંગનું દબાણ: સંબંધની શરૂઆતમાં જ તે તમને લગ્ન કરવા અથવા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે દબાણ કરી શકે છે.

બિનજરૂરી ભેટ-સોગાદો: તમને ઈમ્પ્રેસ કરવા માટે કોઈ પણ પ્રસંગ વગર સતત મોંઘી ભેટો આપવી એ પણ લવ બોમ્બરની ઓળખ છે.

ઈચ્છાઓનું સન્માન ઘટવું: શરૂઆતમાં તમારી દરેક વાત માનતો પાર્ટનર, એકવાર તમે તેની જાળમાં ફસાઈ જાવ પછી તમારી લાગણીઓને નજરઅંદાજ કરવા લાગે છે.

સાચો પ્રેમ vs Love Bombing: કેવી રીતે ઓળખશો?

સાચો પ્રેમ એ અહેસાસ છે જે ધીરે-ધીરે પાંગરે છે અને તેમાં તમારી પરવા હોય છે, કોઈ વાત મનાવવાનું દબાણ નથી હોતું. જ્યારે લવ બોમ્બિંગમાં પાર્ટનર દરેક કામ ઉતાવળમાં કરે છે. તે શારીરિક સંબંધ બાંધવા અને ફ્યુચર પ્લાનિંગ કરવા પર વધુ ભાર મૂકે છે જેથી તમે તેના પર નિર્ભર થઈ જાવ.

Love Bombing

યુવાનોમાં કેમ વધી રહ્યું છે આ પ્રમાણ?

સોશિયલ મીડિયા આ માટે મોટું કારણ છે. સોશિયલ મીડિયા પર ફેક ફોટોઝ અને પોસ્ટ દ્વારા યુવાનો એકબીજાને આકર્ષે છે. પોપ્યુલર થવાની ઘેલછા અને ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરવાની ઉતાવળ યુવાનોને લવ બોમ્બિંગ (Love Bombing) તરફ ધકેલે છે.

લવ બોમ્બિંગથી કેવી રીતે બચશો?

મર્યાદા નક્કી કરો: સંબંધની શરૂઆતમાં જ પોતાની લક્ષ્મણ રેખા નક્કી કરો અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

સંબંધને સમય આપો: કોઈ પણ વ્યક્તિને ઓળખવા માટે સમય આપવો જરૂરી છે. બધું જ ઝડપથી સ્વીકારી ન લો.

મિત્રો અને પરિવારની સલાહ લો: તમારી પરિસ્થિતિ વિશે વિશ્વાસુ મિત્રો કે પરિવાર સાથે ચર્ચા કરો, તેઓ તમને સાચું માર્ગદર્શન આપી શકશે.

પર્સનલ ડિટેલ્સ શેર ન કરો: સંબંધની (Love Bombing) શરૂઆતમાં જ તમારી ખાનગી વિગતો કે પાસવર્ડ જેવી વસ્તુઓ શેર કરવાનું ટાળો.


આ પણ વાંચો:ડેટિંગ એપ પર છોકરીઓની પ્રોફાઈલમાં Book Boyfriend દેખાય તો સમજી જજો કે …

આ પણ વાંચો:પહેલીવાર ડેટિંગ એપ ટ્રાય કરી રહ્યા છો? તમારી એક નાની ભૂલ તમને મુસીબતમાં મૂકી શકે છે!

આ પણ વાંચો: દોસ્તી અને પ્રેમ વચ્ચે સંતુલન જાળવવું છે પડકારજનક? આ 6 ટિપ્સ તમારા સંબંધોને બનાવશે મજબૂત