Book Boyfriend Trend: આજના સમયમાં ડેટિંગ એપ્સની દુનિયા સતત બદલાઈ રહી છે. પહેલા ‘કેઝ્યુઅલ ડેટિંગ’ કે ‘સીરિયસ રિલેશનશિપ’ જેવા શબ્દો જોવા મળતા હતા, પણ હવે ભારતમાં યુવતીઓની પ્રોફાઈલમાં એક નવો શબ્દ જોવા મળી રહ્યો છે – “Looking for a Book Boyfriend”.
ઘણા છોકરાઓ આ જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે. શું તેનો અર્થ એ છે કે છોકરીને પુસ્તક વાંચતો છોકરો જોઈએ છે? ના, વાત આટલી સીધી નથી. આ એક ખાસ પ્રકારની ડિમાન્ડ છે જે રોમેન્ટિક નોવેલ્સ (નવલકથાઓ) માંથી આવી છે. ચાલો જાણીએ તેનો સાચો અર્થ.
બુક બોયફ્રેન્ડ’ એટલે શું? (What is Book Boyfriend?)
સરળ ભાષામાં કહીએ તો, ‘બુક બોયફ્રેન્ડ’ (book boyfriend)એટલે એવો છોકરો જે રોમેન્ટિક નવલકથાના હીરો જેવો હોય.
કાલ્પનિક આદર્શ: છોકરીઓ જ્યારે રોમેન્ટિક પુસ્તકો વાંચે છે, ત્યારે તેમાં આવતા કાલ્પનિક પાત્રો (Fictional Characters) ના પ્રેમમાં પડે છે. આ પાત્રો દેખાવડા, સમજદાર અને પ્રેમ કરનારા હોય છે.
જ્યારે કોઈ યુવતી ડેટિંગ એપ પર ‘બુક બોયફ્રેન્ડ’ (book boyfriend) શોધે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તેને રિયલ લાઈફમાં એવા ગુણો ધરાવતો છોકરો જોઈએ છે.
કેવા ગુણોની અપેક્ષા હોય છે? (Qualities They Want)
જો કોઈ યુવતી આવું લખે, તો સમજી લેવું કે તેના સ્ટાન્ડર્ડ્સ (Standards) થોડા ઊંચા છે. તેને નીચે મુજબના ગુણો જોઈએ છે:
ઈમોશનલ કનેક્શન: જે છોકરો માત્ર શારીરિક દેખાવ નહીં, પણ લાગણીઓને મહત્વ આપે. જે સારી રીતે સાંભળી શકે અને સમજી શકે.
ઓલ્ડ સ્કૂલ રોમાન્સ: તેને આજકાલના ‘હુક-અપ કલ્ચર’માં રસ નથી. તેને ફૂલો આપવા, પત્રો લખવા કે લોન્ગ ડ્રાઈવ પર જવા જેવો જૂના જમાનાનો રોમાન્સ ગમે છે.
ગ્રીન ફ્લેગ (Green Flag): તે એવો પાર્ટનર ઈચ્છે છે જે ટોક્સિક ન હોય, મહિલાઓને માન આપતો હોય અને રિલેશનશિપમાં વફાદાર હોય.
આ ટ્રેન્ડ કેમ વધ્યો?
સોશિયલ મીડિયા પર #BookTok અને #Bookstagram ના કારણે આ ટ્રેન્ડ વધ્યો છે. કોલીન હૂવર (Colleen Hoover) જેવી લેખિકાઓના પુસ્તકો વાંચીને યુવતીઓ વાસ્તવિક જીવનમાં પણ ‘એટલસ’ કે ‘રાયલ’ જેવા (book boyfriend) પરફેક્ટ પાત્રો શોધવા લાગી છે.
તેમને લાગે છે કે રિયલ લાઈફ છોકરાઓ (book boyfriend) કરતા પુસ્તકોના હીરો વધુ સારા હોય છે.
જો તમને કોઈ પ્રોફાઈલમાં book boyfriend શબ્દ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. તેનો સીધો અર્થ છે કે તે છોકરી એક જેન્ટલમેન અને રોમેન્ટિક પાર્ટનરની શોધમાં છે. જો તમે તેને પ્રેમ અને સન્માન આપી શકો, તો તમે તેના ‘રિયલ લાઈફ બુક બોયફ્રેન્ડ’ (book boyfriend) બની શકો છો.
આ પણ વાંચો: શું ઓરલ સેક્સથી કેન્સર થઈ શકે છે? નવી સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ શરૂઆતી લક્ષણોને અવગણશો નહીં
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?



