Ambaji News/ અંબાજીમાં 40 કિલો ચાંદીના દ્વાર, છત્ર અને થાળી સહિત રૂ. 46 લાખની ભેટ

અંબાજી મંદિર ટ્રસ્ટના સૂત્રો અનુસાર, આ ભવ્ય દાન અમદાવાદના એક શ્રદ્ધાળુ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે, જેમણે પોતાની ઓળખ અને ગામ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

Gujarat Others

Ambaji News: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં જગતજનની મા અંબાના ચરણોમાં ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું અનોખું દર્શન થયું છે. તાજેતરમાં અમદાવાદના એક નનામી શ્રદ્ધાળુ (Devotees) પરિવારે અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત રૂ. 46 લાખની કિંમતનું 40 કિલો ચાંદી (Silver)નું દાન અર્પણ કર્યું છે. આ દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જે માતાજીના ચરણોમાં ભક્તિભાવ સાથે ધરાયા છે.

અંબાજી મંદિર ટ્રસ્ટના સૂત્રો અનુસાર, આ ભવ્ય દાન અમદાવાદના એક શ્રદ્ધાળુ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે, જેમણે પોતાની ઓળખ અને ગામ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ દાતા પરિવારે ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવીને માતાજીને આ અમૂલ્ય ભેટ ધરી છે. આ ચાંદીના દ્વાર, છત્ર અને થાળી મંદિરની શોભામાં વધારો કરશે અને ભક્તોની શ્રદ્ધાને પ્રતિબિંબિત કરશે.

અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે વિધિવત્ રીતે આ દાનનો સ્વીકાર કર્યો છે. ટ્રસ્ટે દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે આવા નિઃસ્વાર્થ દાનથી મંદિરના વિકાસ કાર્યોને વેગ મળે છે. આ દાન માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે, જે અન્ય ભક્તો માટે પણ પ્રેરણાદાયી બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયું

આ પણ વાંચો:અંબાજી માતાના મંદિરે દર્શન કરવા પહોંચી પ્રીટિ ઝિન્ટા, આજે મુંબઈ-પંજાબ વચ્ચે સેમી ફાઇનલ

આ પણ વાંચો:અંબાજી ગબ્બર રોપવે અને પરિક્રમા માર્ગ15 થી 17 એપ્રિલ સુધી રહેશે બંધ