Not Set/ ગુજરાત CAA / પથ્થરમારા અને હિંસાના પગલે પોલીસ અને RAF સતર્ક, વિવિધ સ્થળો પર ફ્લેગમાર્ચ

ગુજરાતમાં ગઈકાલે નાગરિકતા કાયદાના વિરોધમાં આપેલા બંધના એલાન ને પગલે ઘણા અ સ્થળો પર હિંસક ઘટનાઓ જોવા મળી હતી. ઘણા સ્થાનો પર પથ્થર મારો અને આગજનીના બનાવો બન્યા હતા. જોકે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે. સતર્કતાના ભગા રૂપે ગુજરાત પોલીસ અને RAF દ્વારા ગુજરાતમાં ઘણા સ્થળો પર ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Vadodara

ગુજરાતમાં ગઈકાલે નાગરિકતા કાયદાના વિરોધમાં આપેલા બંધના એલાન ને પગલે ઘણા અ સ્થળો પર હિંસક ઘટનાઓ જોવા મળી હતી. ઘણા સ્થાનો પર પથ્થર મારો અને આગજનીના બનાવો બન્યા હતા. જોકે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે. સતર્કતાના ભગા રૂપે ગુજરાત પોલીસ અને RAF દ્વારા ગુજરાતમાં ઘણા સ્થળો પર ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ

અમદાવાદમાં અંજાપાભરી સ્થિતિ વચ્ચે શહેરમાં RAF દ્વારા ફ્લેગમાર્ચ શરૂ કરાયું છે.  શાહઆલમ વિસ્તારમાં RAF દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. ગુરુવારે શાહઆલમમાં થયેલા પથ્થરમારા અને હિંસાના પગલે પોલીસ અને RAF દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, શાહઆલમમાં થયેલા પથ્થરમારામાં ઘણા  પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.  સંવેદનશીલ વિસ્તાર હોવાથી શાહઆલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે.

રાજકોટ

અમદાવાદમાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ રાજકોટની પોલીસ સતર્ક જોવા મળી હતી.  તકેદારીના ભાગરૂપે શહેરમાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગતરોજ મુસ્લિમ અગ્રણીઓ સાથે શાંતિ બેઠક યોજાઈ હતી.  બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓ દ્વારા શાતિની અપીલ કરવામાં આવી હતી.  અને નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને લઈને કોઈપણ રેલી કે કાર્યક્રમ ન હોવાનું જણાવ્યું હતું.

વડોદરા

વડોદરામાં બીજા દિવસે પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. હથિયારધારી જવાનો સતત ફ્લેગમાર્ચ કરી રહ્યા છે.  પોલીસ દ્વારા માંડવીથી પાણીગેટ, માંડવીથી લહેરીપુરા દરવાજા સુધી ફ્લેગમાર્ચ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જવાનો હેલ્મેટ અને જાકેટ પહેરીને ફ્લેગમાર્ચ કરતા જોવા મળ્યા છે. પોલીસની સાથોસાથ RAFની ટુકડી પણ પેટ્રોલિંગમાં જોડાઈ છે. જોકે ગત રોજ કરતા વડોદરા શહેરમાં જનજીવન સામાન્ય બન્યું છે,  અને દુકાનો પણ રાબેતા મુજબ ખુલી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.