Not Set/ પતિના ત્રાસથી પત્નીનો આપઘાત, પરિણીતાએ સુસાઇડ નોટ લખી ટુંકાવ્યું જીવન

અમદાવાદમાં એક બાજુ કોરોના કેસ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ પતિ દ્વારા પત્નીને ત્રાસ આપવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. આવા માં શહેરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર લગ્ન કર્યા બાદ પતિને  ચારેક લાખ રૂપિયા દહેજ આપવા […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં એક બાજુ કોરોના કેસ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ પતિ દ્વારા પત્નીને ત્રાસ આપવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. આવા માં શહેરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર લગ્ન કર્યા બાદ પતિને  ચારેક લાખ રૂપિયા દહેજ આપવા છતાંય વધુ રૂપિયાની માગણી કરી પત્નીને ત્રાસ આપતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

જણાવીએ કે આ મામલે યુવતીની સ્યુસાઇડ નોટ આધારે રામોલ પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે યુવતી વિચરતી જાતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અને લગ્ન બાદ પતિ તેની પત્નીને ક્યાંય ફરવા પણ ન લઈ જતો અને કોઈ પ્રસંગમાં પણ લઈ જતો ન હતો. પતિ દ્વારા સતત ત્રાસના કારણે યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

વર્ષ 2013માં અમૃતાબહેનના લગ્ન ચિરાગ પંડયા નામના વ્યક્તિ સાથે થયા હતા. ચિરાગ પંડયા હાલ જિલ્લા પંચાયતમાં ડેટા એન્ટરીનું કોન્ટ્રાકટ પર કામ કરે છે. અમૃતબહેનના લગ્ન બાદ ચિરાગ ધોળકા ખાતે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાથી તે અપડાઉન કરતો હતો.જે બાદમાં અમદાવાદ નોકરી લાગતા તે ઓઢવ ખાતે મકાન રાખી રહેવા લાગ્યો હતો.

લગ્ન બાદ દોઢેક વર્ષથી તે અમૃતા ને ફરવા ન લઈ જતો હતો આટલુ જ નહીં પણ અમૃતા વિચરતી જાતિનું હોવાનું કહી કોઈ પ્રસંગમાં પણ લઈ જતો ન હતો. કોઈ પણ બોલાચાલી થાય કે ક્યાંય જવાનું હોય તો ચિરાગ અમૃતાને પિયરમાં મૂકી જતો હતો.

આ મામલે પોલીસે તપાસ કરી તો અમૃતાબહેન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં “મારા પતિના મેન્ટલી ટોર્ચરથી આત્મહત્યા કરું છું” તેવું લખેલું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.