Devbhumi Dwarka News/ જામખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો

CID અધિકારીના નકલી ઓળખ કાર્ડ સાથે સ્કોર્પીયો કાર સાથે પોલીસે ઝડપી પાડયો

Gujarat

DevBhumi Dwarka News : જામખંભાળીયાથી નકલી CID અધિકારી ઝડપાયો છે. પોલીસે તેને CID અધિકારીના નકલી ઓળખ કાર્ડ સાથે સ્કોર્પીયો કાર સાથે ઝડપી પાડયો છે. જામ ખંભાળીયા પોલીસે નાઇટ કોમ્બિગ દરમિયાન ટોલ નાકા પાસે વાહન ચેકીંગ કરતા નકલી અધિકારી નો ભાંડો ફૂટ્યો હતો.

GJ 38 BF 5050 નંબર ની સ્કોર્પિયો કાર માં બ્લુ અને લાલ લાઇટ તેમજ સાઇરન લગાવી CID અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. સ્કોર્પીયો કારમાંથી ઠંડા પીણા ની બોટલમાંથી ઇંગ્લિશ દારૂ અને બિયરના 3 ટીન પણ મળી આવ્યા હતા. નકલી અધિકારીની ઓળખ આપતો દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર નામનો યુવક પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.

પોલીસ પ્રાથમિક તપાસમાં યુવક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે નકલી અધિકારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ વી.એસ.હોસ્પિટલની બેદરકારી, મહિલાનો મૃતદેહ બદલાતા હોબાળો

આ પણ વાંચો:અમદાવાદ:વી.એસ. હોસ્પિટલ બહાર કોંગ્રેસનો દેખાવો

આ પણ વાંચો:તારક મહેતાના દેહનું દાન કરવામાં આવ્યુ, વી.એસ.હોસ્પિટલમાં મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું દાન