Surat News/ સુરતમાં સોફામાં બેસીને કપલની અશ્લીલ હરકત, બાજુમાં લોકો બેઠા હતા પણ યુવક-યુવતી રોમાન્સમાં મશગૂલ

યુવકના ખોળામાં યુવતી બેઠી છે અને બંને વાતચીત કરી રહ્યા છે

Gujarat Surat

Surat News : ગુજરાતમાં નવરાત્રિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર એક કપલ દ્વારા કિસ કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે હવે સુરતમાં પણ ડુમસ રોડ ખાતે આવેલી એક નવરાત્રિમાં સોફા પર બેસીને કપલ દ્વારા બિભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ સાથે નવરાત્રિમાં એક યુવક સાથે મારામારી કરી તેનો શર્ટ ફાડી નાખીને અર્ધનગ્ન કરી દેવાયો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સુરતમાં કપલનો અશ્લીલ વીડિયો વાઇરલ

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં છથી વધુ મોટા ગરબા ગ્રાઉન્ડ આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ખૂબ ધામધૂમપૂર્વક ગરબા કરી રહ્યા છે. વડોદરાના ગરબા ગ્રાઉન્ડ પર કિસ કરવાના વાઇરલ વીડિયો બાદ હવે સુરતમાં પણ વિવાદ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક્સ સોસાયટીની નવરાત્રિમાં લેલા મે લેલા જેવા ગીત પર એક મહિલાએ અશ્લીલ ડાન્સ કર્યો હતો જેને લઇને બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ડુમસ રોડ ખાતે આવેલી એક નવરાત્રિનો બિભસ્ત ચેનચાળા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

લોકોની હાજરીમાં કપલ ભાન ભૂલ્યું

વાઇરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવરાત્રિમાં ગરબા રમવા આવતા ખેલૈયો માટે મૂકવામાં આવેલા સોફા પર એક કપલ બેઠેલું છે. યુવકના ખોળામાં યુવતી બેઠી છે અને બંને વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન યુવક પોતાના હાથથી યુવતીને બીભત્સ ચેનચાળા કરી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ જ્યારે નવરાત્રિના ગ્રાઉન્ડ પર હાજર હોય ત્યારે આ પ્રકારની હરકતો ખૂબ જ ગંભીર છે.ડુમસ રોડ ખાતેની આજ નવરાત્રિનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં કોઈ બાબતે એક યુવક સાથે મારામારીની ઘટના બની છે અને તેનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે.

જેથી આ યુવક અર્ધનગ્ન હાલતમાં ફરી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે. યુવક અર્ધનગ્ન હાલતમાં છે ત્યારે જ અન્ય યુવકો તેની સાથે બોલાચાલી કરી રહ્યા છે. આ ઘટના દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પણ વીડિયોમાં નજરે ચડે છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આ બબાલ થઈ ત્યારે સિક્યુરિટી ગાર્ડ શું કરતા હતા?આ વર્ષે નવરાત્રિમાં સુરતમાં બીજા જ નોરતે સુવર્ણ નવરાત્રિમાં લઘુમતી સમાજના લોકો ઢોલ વગાડતા હોવાનું સામે આવતા વીએચપી અને બજરંગ દળ દ્વારા નવરાત્રિ ગ્રાઉન્ડ પર જઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. દરમિયાન સુવર્ણ નવરાત્રિના આયોજકો દ્વારા બે હાથ જોડીને માફી પણ માગવામાં આવી હતી. ત્યારબાદ સુવર્ણ નવરાત્રિમાં ગરબા કરવા આવતા ખેલૈયાઓ રોડ પર જ કારનું પાર્કિંગ કરી દેતા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અગાઉ સંસ્કારી નગરી વડોદરા શહેરને લાંછન લગાડતા અશ્લીલ વીડિયો વાઇરલ થયા હતા અને તે પણ ગરબા ગ્રાઉન્ડમાં. જેમાં 2 વીડિયો યુનાઇટેડ વેના ગરબાના અને એક વીડિયો LVP ગરબા ગ્રાઉન્ડનો હતો. જેમાં જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ 3 કપલે બનાવી હતી રીલ વાઇરલ થતા વડોદરામાં ઉહાપોહ મચી ગયો છે. આ મામલે પહેલીવાર યુનાઇટેડ વેના ગરબાના ગાયક અતુલ પુરોહિત બોલ્યા હતા. આ ઉપરાંત યુનાઈટેડ વેના ખેલૈયાઓએ પણ આ પ્રકારની રીલ્સને વખોડી કાઢી હતી.

યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાના ગાયક અતુલ પુરોહિતે જણાવ્યું હતું કે, આ બહુ દુ:ખદ બાબત છે. તમારી લાગણીઓને કાબૂમાં રાખો. કઈ જગ્યાએ તમે છો, એનું ધ્યાન રાખો. કોઈની નહીં માતાજીની આમાન્યા રાખો, મારી પણ નહીં. માતાજીની આમાન્યા રાખો કે, જેણે તમને ગરબા કરવા લાયક બનાવ્યા છે. આખું ગ્રાઉન્ડ તમારી એક ક્ષણની રીલના લીધે બદનામ થાય, હજારો ખેલૈયા બદનામ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકીય/અમે ડૂબકી મારીને ભાજપમાંથી બહાર નીકળ્યા છીએ : રેશ્મા પટેલની હાર્દિકને વિનંતી

આ પણ વાંચો: અબ તેરા ક્યા હોગા હાર્દિક ?/ભૂતકાળમાં જે કોંગ્રેસનો તાજ પહેરી ટિકિટ વેચતા હતા, આજે તે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાઇનમાં ઉભા છેઃ રેશ્મા પટેલ

આ પણ વાંચો: NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું કહ્યું….