અનલોકમાં ફરી એકવાર રાજ્યમાં લુંટારાઓ બેફામ બન્યા છે. જેતપુર નાનાચોક વિસ્તારમાં આવેલા સોની બજારમાં 40 લાખના સોનાની લૂંટની ઘટના સામે આવી છે. અજાણ્યા બે શખ્સો દ્વારા વેપારીની આંખમાં મરચું નાખીને દિલ ધડક રીતે લુંટની ઘટનાને અંજામ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વેપારી ચીમનભાઈ વેકરીયા 700 ગ્રામ જેટલું સોનું અને 2 લાખની રોકડ થેલીમાં લઈને ને મતવા શેરી તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આંખમાં મરચું પાવડર નાખી લુંટ મચાવી હતી. વેપારીને પગના ભાગે ઇજા થતાં સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પોહચી આસપાસ ના CCTV ચેક કરી તપાસ હાથ ધરી છે.
