Bihar Election/ બિહાર ચૂંટણીને લઇને કોંગ્રેસે બહાર પાડ્યું ઘોષણા પત્ર

બિહારમાં આ મહિનાનાં અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે તમામ પક્ષો સખત મહેનત કરી રહ્યા છે.

Top Stories India

બિહારમાં આ મહિનાનાં અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે તમામ પક્ષો સખત મહેનત કરી રહ્યા છે. મતદારોને કેવી રીતે પોતાની પાર્ટી તરફ ખેંચવા તેને લઇને પૂરુ જોર આપવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે આજે, કોંગ્રેસે બિહારની ચૂંટણીઓ માટેનું ઘોષણા પત્ર બહાર પાડ્યું છે.

આ મેનિફેસ્ટોમાં બિહારનાં લોકોને ઘણા મહત્વનાં વચનો આપવામાં આવ્યા છે, જેમાં રોજગાર, કાયદો અને વ્યવસ્થા સુધારવા, સ્થળાંતર અટકાવવું વગેરેનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનાં જણાવ્યા મુજબ આ મેનિફેસ્ટોનું નામ બદલાવ પત્ર રાખવામાં આવ્યું છે, જે લોન માફી, વીજળી બિલ માફી અને સિંચાઇની વધતી સુવિધાઓ વિશે છે. જો બિહારમાં મહાગઠબંધન સરકાર સત્તા પર આવે છે, તો તેઓ રાજ્ય ફાર્મ બિલ લાવીને કેન્દ્રનાં ફાર્મ (કૃષિ) બિલને નકારી કાઠશે, જેવું પંજાબમાં કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત નાના ખેડૂતોને 4 ટકાનાં દરે લોન મળશે.