દિલ્હી,
અયોધ્યા રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજથી એટલે કે 6 ઓગષ્ટથી રોજે રોજ સુનવણી કરશે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠ આ મામલે સુનાવણી કરશે.
જસ્ટીસ ગોગોઈ જો કે 17 નવેમ્બર સેવા નિવૃત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં એ બાબતની પુરી સંભાવના છે કે અયોધ્યા રામ જન્મભૂમિ કેસ પર 17 નવેમ્બર પહેલો નિર્ણય આવી શકે છે.
સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે 6 ઓગષ્ટથી રોજે રોજ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. દરરોજ સુનાવણીનો મતલબ એ નીકળે છે કે આ સુનાવણી દર અઠવાડિયે મંગળવાર, બુધવાર અને ગુરુવારે થશે. અર્થાત 17 નવેમ્બરથી પહેલા વધુમાં વધુ 33 દિવસોમાં સુનાવણી સંભવ છે.
સુપ્રીમ કોર્ટમાં અલાહાબાદ હાઈકોર્ટના 30 સપ્યેમ્બર 2010ના ફેસલાની વિરુદ્ધ 14 અપીલો દાખલ કરવામાં આવી છે, જેના પર તે સુનાવણી કરશે.
ગત આઠ માર્ચે સુપ્રીમ કોર્ટે આ વિવાદ પર વાતચીતથી સમાધાન લાવવા માટે મધ્યસ્થતા પેનલની રચના કરાઈ હતી.આ પેનલમાં જસ્ટીસ કલીફુલ્લા સિવાય આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને સિનિયર વકીલ શ્રીરામ પંચુ છે.
આ પેનલે સમસ્યાનો હલ કાઢવાની કોશીશ કરી હતી, પણ તે નિષ્ફળ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
