સોમવારે ગૃહમંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારનાં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા કલમ 370 રદ કરવાના ઐતિહાસિક નિર્ણયની ઘોષણા કરી હતી. આ નિર્ણયની ઘણા પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી હતી, પરંતુ ઘણી વિપક્ષી પાર્ટીઓ તરફથી તેને અણધાર્યો ટેકો પણ મળ્યો હતો. આ નિર્ણય પર આમ આદમી પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) એ સરકારને ટેકો આપ્યો હતો.
આ નિર્ણયમાં લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંન્નેને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તે સરકરાનાં મેનિફેસ્ટો મુજબ કરવામા આવેલ પગલુ છે, પરંતુ અહી ચોંકાવનારી વાત એ છે કે સતત સરકારનો વિરોધ કરતી અમુક પાર્ટીઓ સરકારનાં આ નિર્ણયનું સમર્થન કરતી નજરે ચઢી હતી, જેમા આમ આદમી પાર્ટી પણ શામિલ છે. સરકારનાં આ નિર્ણય પર દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા પોતાની વાત રજૂ કરી, “અમે જમ્મુ-કાશ્મીરનાં નિર્ણય પર સરકારને સમર્થન આપીએ છીએ. અમને આશા છે કે આ કરતા રાજ્યમાં શાંતિ અને વિકાસ થશે. “
We support the govt on its decisions on J & K. We hope this will bring peace and development in the state.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2019
દિલ્હી માટે સંપૂર્ણ રાજ્યની માંગ કરનારી આપ પાર્ટીનાં અચાનક વિચારમાં આવેલા બદલાવનાં કારણે ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. આ અંગે આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અને પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘કાશ્મીરની તુલના દિલ્હી અને પુડુંચેરી સાથે કરવી યોગ્ય નથી. દિલ્હી અને પુડુંચેરી શાંત પ્રદેશ છે, જેમા સંપૂર્ણ રાજ્ય વધુ સારું વહીવટ લાવી શકે છે. 2/3 કાશ્મીર પાકિસ્તાન અને ચીનનાં કબજામાં છે. કાશ્મીરમાં એક વર્ષમાં 150 વખત ઘુસણખોરી થઇ રહી છે. આની તુલના તાર્કિક નથી.’
कश्मीर को दिल्ली व पुद्दुचेरी के साथ तुलना करना ठीक नहीं ।दिल्ली व पुडुचेरी शांत प्रदेश हैं, उनमें पूर्ण राज्य बेहतर प्रशासन लाएगा। कश्मीर का 2/3 हिस्सा पाकिस्तान और चीन के कब्जे में है।कश्मीर में एक साल में 150 बार घुसपैठ हो रही है ( infiltration )। इनकी तुलना तर्कसंगत नहीं ।
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) August 5, 2019
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે મુદ્દાઓને આધારે કેન્દ્ર સરકારનું સમર્થન અને વિરોધ કર્યો છે. જ્યારે પણ રાષ્ટ્રીય હિત અથવા જનહિત નીતિ હોય ત્યારે અમે તેને સમર્થન આપ્યું છે. જ્યારે આપણે માનીએ છીએ કે સરકારની નીતિ લોકો વિરોધી છે, ત્યારે અમે તેનો વિરોધ કર્યો છે.’
"We support decisions that are taken by the Central Govt in Nation's interest & we oppose too, if decisions are not in the country's interest.
It is not right to compare Delhi and Jammu&Kashmir. Kashmir's overall situation is way different from that of Delhi."- @Saurabh_MLAgk pic.twitter.com/7JWTwwtQVk— Aam Aadmi Party Delhi (@AAPDelhi) August 5, 2019
પાર્ટીએ કહ્યું કે, ‘જ્યારે મોદી સરકારે સ્વચ્છ ભારતની તેમની મુખ્ય યોજના શરૂ કરી, ત્યારે સૌ પ્રથમ, અમે તેનો ટેકો આપવાના હતા. આ યોજનાને ટેકો આપવા માટે દિલ્હી સરકારે વોટ્સએપ નંબર અને હેલ્પલાઈન જારી કર્યો. અમે યોગા દિવસમાં ટેકો આપ્યો અને તેમાં ભાગ લીધો. જો કે, અમે જ પહેલા હતા કે, જેમણે નોટબંધીનો વિરોધ કર્યો હતો અને તેને સૌથી મોટુ કૌભાંડ ગણાવ્યું હતું.’
अनुच्छेद 370 हटने से जम्मू-कश्मीर के विकास की मुख्यधारा से जुड़ने के साथ-साथ होंगे बड़े सकारात्मक बदलाव। #BharatEkHai pic.twitter.com/f0QHM53f8p
— BJP (@BJP4India) August 5, 2019
કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ ફેરફાર થશે
જમ્મુ-કાશ્મીરમાં અલગ ધ્વજ રહેશે નહીં.
અન્ય રાજ્યોનાં લોકો જમીન ખરીદી શકશે.
સંસદમાં પાસ કરવામાં આવેલા બિલ જમ્મુ કાશ્મીરમાં લાગુ થશે.
રાજ્યની પંચાયતોને સમાન અધિકાર મળશે.
જમ્મુ-કાશ્મીરનાં લોકોની દ્વી નાગરિકત્વનો અંત આવશે.
જો જમ્મુ-કાશ્મીરની મહિલાઓ રાજ્યની બહાર લગ્ન કરે તો નાગરિકત્વ યથાવત રહેશે.
રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરવું હવે ગુનો બનશે.
માહિતીનો અધિકાર લાગુ થશે.
રાઇટ ટુ એજ્યુકેશન કાયદો લાગુ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
