ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી કે, ચક્રવાત મોન્થા 28 ઓક્ટોબરની સાંજ કે રાત્રિ સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને મછલીપટ્ટનમ-કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ઊંડો દબાણ 26 ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું હતું. ત્યારબાદ તે 28 ઓક્ટોબરે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમશે.
મોન્થા વાવાઝોડું ક્યારે અને ક્યાં આવશે?
આ વાવાઝોડું ઓડિશાના મલકાનગિરીથી લગભગ 200 કિમી દૂર આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ભૂમિ પર ત્રાટકવાની ધારણા છે. પવનની ગતિ પ્રતિ કલાક 100 કિમી સુધી પહોંચી શકે છે. આ આફત 15 જિલ્લાઓને અસર કરશે, જેમાંથી આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી ધારણા છે.
આ ઉપરાંત, ચક્રવાત મોન્થાને કારણે 27 થી 30 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે
હવામાન વિભાગની આગાહી મુજબ, આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેમાં રાયલસીમા, તમિલનાડુ, કેરળ અને માહે, દરિયાકાંઠાનો કર્ણાટક, દરિયાકાંઠાનો આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા અને ઓડિશા, છત્તીસગઢ સામેલ થાય છે
આ સ્થળો વાવાઝોડાની અસર જોવા મળશે
આંધ્ર પ્રદેશ: કાકીનાડા, વિશાખાપટ્ટનમ, માછલીપટ્ટનમ, ઓડિશા: ગોપાલપુર નજીક અસર દેખા છે અને તમિલનાડુ: ચેન્નાઈથી દૂર, પરંતુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:અંબાલાલ ફરીથી ત્રાટક્યા, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ ગુજરાતને ભીંજવશે
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદની કરાઇ આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ
