SIT ચીફ અને પોલીસ મહાનિરીક્ષક નવીન અરોરાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીની પૂછપરછ મંગળવારે કરવામાં આવી હતી. સખત કેસમાં ફરિયાદ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તબીબી તપાસ કરવામાં આવી હતી. તબીબી તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે યુવતીને જેલમાં મોકલી આપી છે.
ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે
ચિન્મયાનંદને બ્લેકમેલ કરવા અને પાંચ કરોડની માંગ કરવા બદલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી સંજય અને વિક્રમે સ્વીકાર્યું છે કે તેઓએ ચિન્મયાનંદ પાસેથી પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. બીજી તરફ પોલીસ અને તપાસ ટીમને પણ યુવતીની બ્લેકમેઇલિંગ અને ગેરવસૂલીકરણનાં કેસમાં તેની સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા છે.
સ્વામી ચિન્મયાનંદની પણ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી
આપને તે પણ જણાવી દઇએ કે. કાયદાની વિદ્યાર્થીની દ્વારા સ્વમી પર દુષ્કર્મ અને શારીક શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ કેસમાં SIT દ્વારા સ્વામીની ધરપકડ કરવામાં આવી હતી.તો તપાસ ટીમ દ્વારા ઘરપકડ કરાયા બાદ સ્વામી દ્રારા આ કેસમાં કોર્ટ પાસે જામીન યાચીકા કરવામાં આવી હતી. જે કોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવી છે અને સ્વામીનાં જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
