Not Set/ કાશ્મીર મુદ્દાને લઇને પોતાના અંતિમ ઇન્ટરવ્યૂમાં શું બોલ્યા હતા જવાહરલાલ નેહરુ, જુઓ વીડિયો

જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણયને લઈને ભારત સરકારને ચારે દિશાઓથી વાહ વાહી મળી રહી છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ દેશભરમાં લોકો તેની ઉજવણી એકબીજાનું મો મીઠુ કરીને કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં પુનર્ગઠન માટેની દરખાસ્ત પણ સંસદમાં હવે પાસ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, જ્યારે કાશ્મીરનાં ઇતિહાસની કલમ 370 અને આર્ટિકલ 35 A […]

India

જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણયને લઈને ભારત સરકારને ચારે દિશાઓથી વાહ વાહી મળી રહી છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ દેશભરમાં લોકો તેની ઉજવણી એકબીજાનું મો મીઠુ કરીને કરી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં પુનર્ગઠન માટેની દરખાસ્ત પણ સંસદમાં હવે પાસ થઇ ગઇ છે. જણાવી દઇએ કે, જ્યારે કાશ્મીરનાં ઇતિહાસની કલમ 370 અને આર્ટિકલ 35 A ની વાત કરવામાં આવે છે ત્યારે પંડિત જવાહરલાલ નેહરુનું નામ પહેલા આવે છે. જવાહરલાલ નહેરુએ તેમના છેલ્લા ઇન્ટરવ્યુમાં કાશ્મીર મુદ્દા અને લોકમત અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

જવાહરલાલ નહેરુએ અમેરિકન ટેલિવિઝન હોસ્ટ આર્નોલ્ડ મિશેલિસને 1964 માં તેમના મૃત્યુનાં થોડા દિવસો પહેલા ઇટરવ્યૂ આપ્યુ હતુ. જ્યા તેમણે કાશ્મીરનાં મુદ્દે કહ્યું હતું કે, જ્યારે પાકિસ્તાને ઘાટી પર આક્રમણ કર્યું ત્યારે કાશ્મીર ભારત સાથે ભળી ગયું હતું. કાશ્મીરનાં લોકોએ આ હુમલાનો સખત વિરોધ કર્યો હતો. નહેરુએ કહ્યું, ‘ફક્ત મહારાજ હરિ સિંહ જ નહીં, પણ નેશનલ કોન્ફરન્સએ પણ પાકિસ્તાનનાં હુમલાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેઓ ભારત સાથે ભળી જવા સંમત થયા હતા. તે પછી જ અમે અમારી સેનાને ઘાટીમાં મોકલી આપી હતી. 14 મહિના પછી, અમે યુદ્ધવિરામની ઘોષણા કરી હતી.’

જવાહરલાલ નહેરુ અનુસાર પાકિસ્તાનનાં નેતાઓએ લોકમત દરખાસ્તને નકારી દીધી હતી. યુએનનાં ઠરાવ બાદ લોકમત યોજાયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનની સેનાને કાશ્મીરથી હટાવવી જોઈએ. ભારત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર રહેશે. જો પાકિસ્તાને પોતાની સેના પાછી ખેંચી નહી તો લોકમત દરખાસ્તનો સવાલ જ ઉભો થતો નથી.

હોસ્ટ આર્નોલ્ડ મિશેલિસે પૂછ્યું કે, ભારત લોકમત યોજવામાં કેમ પાછળ છે? નેહરુએ આ અંગે કહ્યું કે “છેલ્લા 12 વર્ષથી ત્રણ ચૂંટણીઓ થઈ ચુકી છે. આ એક રીતે લોકમત છે. બીજા લોકમત દરખાસ્ત અને ચૂંટણીમાં જો પાકિસ્તાનથી લોકોને કાશ્મીર આવવા દેવામાં આવ્યા તો તેઓ અહીં ટોળામાં આવી જશે. તેમને ત્યાં સ્થાયી થવું ખૂબ મુશ્કેલ રહેશે.

સૌજન્ય : પ્રસાર ભારતી આર્ચિવ્સ

તેમણે કહ્યું, “અહીંની આર્થિક સ્થિતિ પીઓકે કરતા ઘણી સારી છે. ત્યાંના લોકોનાં અભિપ્રાયો રાજકીય અને આર્થિક ધોરણે નહીં પણ ધર્મનાં આધારે હશે. કાશ્મીરને તેના ભયંકર પરિણામો સહન કરવા પડી શકે છે. ચંદ્રિકા પ્રસાદનાં પુસ્તક મુજબ, આ ઇન્ટરવ્યૂ 18 મે 1964 નાં રોજ ન્યૂયોર્કમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.