Reaction on flood during Shashi Tharoor’s visit to Nepal: નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે(Shashi Tharoor) સોશિયલ મીડિયા પર નેપાળની પરિસ્થિતિ અંગે માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ કાઠમંડુ જવા માટે વિમાનમાં હતા અને લેન્ડિંગ બાદ તેમને આ ભયાનક કુદરતી આફત વિશે જાણ થઈ.
Shashi Tharoor નું નિવેદન
શશિ થરૂરના(Shashi Tharoor) જણાવ્યા મુજબ, તેઓ જ્યારે કાઠમંડુ જવા રવાના થયા ત્યારે પહાડી વિસ્તારોમાં બનેલી ઘટનાની તેમને જાણ નહોતી. નેપાળના રસુવા જિલ્લામાં અચાનક આવેલા ભારે પૂરે ભોટે કોશી અને ત્રિશૂલી નદીના કાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે.

ભારતીય પ્રવાસીઓ અંગે ચિંતા
થરૂરે(Shashi Tharoor) આ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને નેપાળમાં ફસાયેલા ભારતીય પ્રવાસીઓનો ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા મુજબ, કૈલાશ-માનસરોવર યાત્રા પર ગયેલા લોકો પણ આ ઘટનાથી પ્રભાવિત થયા છે. ગુમ થયેલા લોકોને વહેલી તકે શોધી કાઢવામાં આવે તેવી તેમણે આશા વ્યક્ત કરી. થરૂરે નિષ્ણાતોના સંભવિત તારણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ અથવા તિબેટ વિસ્તારમાં આવેલા ભૂકંપને કારણે ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટીને ખીણમાં પડ્યો હોઈ શકે છે. ત્યારબાદ આવેલા પૂરના કારણે જાનમાલ અને માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું.

રસ્તા અને પુલોને મોટું નુકસાન
પૂરના તેજ પ્રવાહે વાહનવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા અનેક પુલોને નુકસાન પહોંચાડ્યું છે. બેત્રાવતી-રસુવાગઢી હાઇવેનો મોટો હિસ્સો પણ ધોવાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે. શશિ થરૂરે કહ્યું કે આવી ગંભીર સ્થિતિમાં નેપાળને શક્ય તમામ મદદની જરૂર છે. તેમણે ભારત સરકાર દ્વારા તાત્કાલિક રાહત સહાય આપવાના નિર્ણયને સમર્થન આપ્યું અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોને ઝડપથી મદદ મળે તેવી આશા વ્યક્ત કરી.
આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા
આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
