Surat News: સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં નવનિર્મિત ફિશ માર્કેટ (Surat Fish Market)ના નામકરણને લઈને શરૂ થયેલો વિવાદ હવે રાષ્ટ્રીય રાજકારણ સુધી પહોંચ્યો છે. આશરે ₹3.90 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફિશ માર્કેટને ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ (Narendra Modi Fish Market) નામ આપવામાં આવ્યાના વિવાદમાં હવે AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રી થઈ છે. હૈદરાબાદમાં જાહેર સભાને સંબોધતા ઓવૈસી (Asaduddin Owaisi)એ સુરતના ફિશ માર્કેટના નામનો ઉલ્લેખ કરી કેન્દ્ર અને ગુજરાત સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે માછલી અને માંસ ખાવાને લઈને લોકોની પસંદગીના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા.
‘માછલી ખાવાની ના પાડે છે અને નામ મોદી Surat Fish Market રાખે છે’
ઓવૈસી (Asaduddin Owaisi)એ પોતાના ભાષણમાં સુરતના ફિશ માર્કેટ (Surat Fish Market)નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એક તરફ લોકોને માછલી ખાવા અંગે રોકટોક કરવામાં આવે છે અને બીજી તરફ ફિશ માર્કેટને નરેન્દ્ર મોદી (Narendra Modi Fish Market)નું નામ આપવામાં આવે છે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્ર અને ગુજરાત સરકારના નાણાંથી ફિશ માર્કેટનું નિર્માણ થયું છે અને ત્યારબાદ તેનું નામ ‘નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ’ રાખવામાં આવ્યું છે. ઓવૈસીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે વિરોધીઓ તેમને પકડવા માટે ‘ગલ’ નાખીને આવ્યા હતા, પરંતુ અંતે પોતે જ તેમાં ફસાઈ ગયા.
ફિશ માર્કેટના નામકરણને લઈને પહેલેથી જ વિવાદ
સુરતના નાનપુરા-લક્કડકોટ વિસ્તારમાં બનેલા ફિશ માર્કેટ (Surat Fish Market)ના નામને લઈને સ્થાનિક સ્તરે અગાઉથી વિવાદ ચાલી રહ્યો છે. કોઈ સત્તાવાર ઠરાવ વગર માર્કેટને ‘શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામ આપવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. આ નામકરણને લઈને રાજકીય અને સામાજિક સ્તરે અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. હવે ઓવૈસીએ જાહેર સભામાં આ મુદ્દો ઉઠાવતા વિવાદે વધુ રાજકીય રંગ પકડ્યો છે.
ખાનપાનની પસંદગી પર ઓવૈસીના સવાલ
ઓવૈસીએ પોતાના સંબોધનમાં લોકોની ખાનપાનની પસંદગી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ માછલી કે માંસ ખાય છે તો તેમાં બીજાને વાંધો કેમ હોવો જોઈએ. તેમણે પોતાના ભાષણમાં પોતાની ખાણીપીણીની પસંદગીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે વ્યક્તિ શું ખાય છે તે તેની પોતાની પસંદગીનો વિષય છે. તેમણે વધુમાં માંસ અને માછલીના સેવન અંગેના વિરોધાભાસને લઈને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા.
બીફ એક્સપોર્ટનો મુદ્દો પણ ઉઠાવ્યો
ઓવૈસીએ પોતાના ભાષણમાં ભારતની માંસ નિકાસ નીતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારતમાંથી મોટી માત્રામાં બીફની નિકાસ થાય છે અને તેના બદલામાં દેશને વિદેશી ચલણ મળે છે. તેમણે સવાલ કર્યો હતો કે જો દેશમાં માંસ ખાવા સામે વાંધો હોય અને તેના પર પ્રતિબંધની વાત કરવામાં આવે છે, તો બીફની નિકાસ અંગે પણ સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. આ મુદ્દે તેમણે સરકારની નીતિમાં વિરોધાભાસ હોવાનો આક્ષેપ કર્યો હતો.
રમઝાન દરમિયાન દારૂની દુકાનો બંધ કરવાની માંગ
ઓવૈસીએ પોતાના ભાષણના અંતે રમઝાન માસનો ઉલ્લેખ કરીને દારૂબંધી અંગે પણ માગણી કરી હતી. તેમણે સરકારને કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું હતું કે જો માંસ-મટનના વેચાણ કે સેવન અંગે નિયંત્રણની વાત કરવામાં આવે છે તો રમઝાનના પવિત્ર માસ દરમિયાન તેમની લાગણીનું પણ ધ્યાન રાખવું જોઈએ.
તેમણે રમઝાનના 30 દિવસ દરમિયાન દારૂની દુકાનો બંધ કરવાની માંગ કરી હતી. જો 30 દિવસ માટે દુકાનો બંધ કરવી શક્ય ન હોય તો ઓછામાં ઓછા રમઝાનના અંતિમ 10 દિવસ દરમિયાન દારૂનું વેચાણ બંધ રાખવાની માગ કરી હતી. આ સાથે સુરતના ફિશ માર્કેટ (Surat Fish Market)ના નામથી શરૂ થયેલો સ્થાનિક વિવાદ હવે ખાનપાન, માંસ નિકાસ અને દારૂબંધી જેવા મુદ્દાઓ સાથે જોડાઈને રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’ નામ અપાતા વિવાદ, ઠરાવ વગર બોર્ડ લગાવ્યાનો આક્ષેપ
આ પણ વાંચો:શ્રાવણ માસ શરૂ થતા જૂનાગઢ મહા નગરપાલિકાએ મટન માર્કેટ બંધ રાખવાનો આપ્યો નિર્દેશ
