Not Set/ સીબીઆઇના દરોડામાં 400 કરોડની સંપત્તિ જપ્ત ,અધિકારીઓએ કોન્ટ્રાકટ તેમના સંબધીઓને આપ્યા હતા

એફઆઈઆરમાં ઉલ્લેખમાં સિંચાઈ વિભાગના પાંચ ઇજનેરોના ઘરોમાંથી રૂપિયા 75 લાખથી વધુની રોકડ રકમ મળી આવી

Top Stories

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ સોમવારે ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડમાં કેટલાક રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા હતા. કોન્ટ્રાકટરો, રાજકારણીઓ, ભૂતપૂર્વ અમલદારો અને તેમના સંબંધીઓના ઘરોમાંથી સોનાની ઇંટો, હીરા, સ્થિર થાપણની રસીદો, સંપત્તિના દસ્તાવેજો તેમજ રોકડ રકમ મળી આવી હતી. સીબીઆઈએ મંગળવારે સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન લખનઉમાં ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નાણાકીય ગેરરીતિઓ અંગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કરવામાં આવેલા દરોડા વિશે માહિતી આપી હતી.

દરોડામાં અત્યાર સુધીમાં 400 કરોડથી વધુની ઉચાપત મળી આવી છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે જે ઠેકેદારો અને ખાનગી કંપનીઓ જેમને બાંધકામનું કામ વહીવટી અધિકારીઓ દ્વારા ફાળવવામાં આવતું હતું, તેઓએ મળીને આ ઉચાપત કરી છે. જોકે, તેમણે કહ્યું હતું કે માત્ર રોકડ રકમ અને કિંમતી ચીજો અને સંપત્તિને લગતા દસ્તાવેજો જપ્ત કરાયા છે. આરોપીઓને સોના અને હીરાની ખરીદી સંબંધિત પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.

સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં નામ આપેલા સિંચાઈ વિભાગના પાંચ ઇજનેરોના ઘરોમાંથી રૂપિયા 75 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. તેમણે કહ્યું કે મેરઠમાં નિવૃત્ત આઈએએસ અધિકારીના સગાના ઘરેથી એક કરોડની કિંમતના ફિક્સ ડિપોઝિટ, હીરા અને સોનાની ઇંટો મળી આવી છે. તેમણે કહ્યું કે પૂર્વ આઈએએસ અધિકારીના સગાએ ખાનગી કંપની દ્વારા પ્રોજેક્ટમાં કામ કર્યું હતું.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે સીબીઆઈએ ગોરખપુરમાં એક રાજકારણીના ઘરમાંથી આશરે 5 લાખ રૂપિયાની રોકડ અને અનેક સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. તેમણે કહ્યું કે રાજકારણી અને તેનો પરિવાર તે આવકના સ્ત્રોતને સમજાવવામાં નિષ્ફળ ગયો છે. તેમણે કહ્યું કે, ઇટાવાના કોન્ટ્રાક્ટર પુનીત અગ્રવાલના ઘરને સીલ કરાયું છે. સીબીઆઈ અધિકારીઓએ ઘણા કલાકો સુધી તેની પૂછપરછ કરી.