Not Set/ સારા વરસાદનાં કારણે નળસરોવર છલકાયુ, પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાની સંભાવનાઓ

ધમાકેદાર વરસાદે સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. ત્યારે વિરમગામનું પ્રસિદ્ધ પક્ષી અભ્યારણ નળસરોવર નવા નીરથી ઓવરફ્લો થયું છે. ઉપરવાસનાં ભારે વરસાદથી નળ સરોવર છલકાયું છે. નળસરોવર સહેલાણીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. આ વિસ્તારનાં શ્રમિકો નાવ દ્વારા પ્રવાસીઓને નળ સરોવરની સહેર કરાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ નળસરોવરમાં પાણી ઓછું હોવાથી શ્રમિકોનાં પેટ પર પાટુ પડવા […]

Top Stories Gujarat Others

ધમાકેદાર વરસાદે સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. ત્યારે વિરમગામનું પ્રસિદ્ધ પક્ષી અભ્યારણ નળસરોવર નવા નીરથી ઓવરફ્લો થયું છે. ઉપરવાસનાં ભારે વરસાદથી નળ સરોવર છલકાયું છે. નળસરોવર સહેલાણીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. આ વિસ્તારનાં શ્રમિકો નાવ દ્વારા પ્રવાસીઓને નળ સરોવરની સહેર કરાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ નળસરોવરમાં પાણી ઓછું હોવાથી શ્રમિકોનાં પેટ પર પાટુ પડવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. જો કે સારા વરસાદનાં કારણે નળસરોવર છલકાતા ફરી એક વખત પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેવી વિસ્તારનાં શ્રમિકોને આશા છે.

નળ સરોવર વિસ્તારની દ્રષ્ટિએ 40 કિલોમીટર જેટલું મોટું છે ગત ઉનાળામાં નળ સરોવર સંપૂર્ણપણે સુકાઈ ગયેલ હતું, જેના હિસાબે જળચરો સહિત પક્ષીઓએ પણ આ વિસ્તાર છોડી દીધો હતો, જ્યારે આ વિસ્તારનાં શ્રમિકો દ્વારા નાવ દ્વારા પ્રવાસીઓને નળ સરોવરની સહેર કરાવવામાં આવતી હતી. જે છેલ્લા મહિનાઓથી બંધ હતું ત્યારે ઉપરવાસનાં ભારે વરસાદથી નળ સરોવર છલોછલ ભરાઈ જતા પ્રવાસન ઉદ્યોગથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે જેથી તેમની ચિંતાઓ ઓછી થઈ છે. આવનાર દિવસોમાં દિવાળી આસપાસથી લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ નળ સરોવર ખાતે આવે છે અને શિયાળામાં રોકાણ કરે છે જે નજારો જોવા હજારો સહેલાણીઓ નળસરોવર ખાતે ઉમટી પડે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.