Ahmedabad News : અમદાવાદના આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓને એક કેફેમાં મળવા પહોંચ્યા હતા. અમદાવાદમાં આવેલ SEWA સંસ્થા દ્વારા મહિલા સંચાલિત કમલા કાફેમાં મહિલાઓને, કાર્યકરો અને લોકોને મળ્યા હતા. તેને મહિલાઓ સાથે વાતચીત કરીને મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ આપી હતી. રાહુલ ગાંધીએ એક નાની બાળકીને મળીને પણ તેની સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓની કોઈ કમી નથી, પરંતુ સંગઠનને મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ પોતાની જવાબદારી નિભાવશે નહીં, ત્યાં સુધી ગુજરાતના લોકો ચૂંટણીમાં પાર્ટીને સમર્થન આપશે નહીં. તેમણે કાર્યકરોને એક થવા અને લોકોની સેવા કરવા હાકલ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત હાલમાં અટવાયું છે અને તેને સાચી દિશા બતાવવાની જરૂર છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ મહાન નેતાઓએ કોંગ્રેસનો મજબૂત પાયો નાખ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ગુજરાતના યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓ માટે આવ્યા છે અને તેમના અધિકારો માટે લડતા રહેશે.
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં SEWA દ્વારા સંચાલિત કમલા કાફેમાં ઉપસ્થિત કાર્યકરો અને લોકોને મળ્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘હું જ્યારે ગુજરાત આવું છું ત્યારે મારુ વજન કંટ્રોલ કરવાની કોશિષ કરતો હોવ છું, પરંતુ વજન 1 કિલો વધી જતુ હોય છે’. ગુજરાતના લોકોનો પ્રેમભાવથી મને જાતભાતના રેસ્ટોરેન્ટઓમાં સાત્વિક વાનગીઓ પીરસતા હોય છે. તેથી સ્વાદિશ વાનગીને દૂર નથી કરી શકતો તેથી વજનમાં 1 Kg જેટલો વધારો થઈ જાય છે.
SEWA સંસ્થા
સેવા (Self-Employed Womens’ Association – SEWA)એ અસંગઠિત ક્ષેત્રે કામ કરતી ગરીબ, સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન, જે મુખ્યત્વે ગાંધીવાદી શૈલીથી મહિલા સશક્તીકરણ માટે કામ કરે છે. 1947માં સર્વોચ્ચ સ્થાને મૂકી શકાય તેવી રાજકીય આઝાદી પ્રાપ્ત કર્યા પછી વર્ષો સુધી દેશની અગણિત ગરીબ મહિલાઓ માટે ખાસ કોઈ કામ થયું નહોતું. આર્થિક સ્વાવલંબન દ્વારા ગરીબી-નાબૂદીને બીજા ક્રમે મૂકી ‘દૂસરી આઝાદી’ મેળવવાની નેમ સાથે ‘સેવા’ સંસ્થા મહિલા સશક્તીકરણના કામમાં ખૂંપેલી છે. ગાંધીજી અને સરદાર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતાં આર્થિક સંગઠનો સારા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. અમદાવાદ ખાતેનું ‘મજૂર મહાજન’ આવું એક સંગઠન હતું. મહિલા-મજૂરોની વિટંબણાઓ અને તેની સમસ્યાઓને ‘મજૂર મહાજન’ના ઘટકરૂપે વાચા આપી શકાતી ન હોવાથી મહિલા-મજૂરો માટે વિશેષ સંગઠન જરૂરી હતું. મિલમજૂર સિવાયની સ્વયંરોજગારી કરતી મહિલાઓના પણ અનેક પ્રશ્ર્નો હતા. આ સંદર્ભમાં એક અલગ સંસ્થાએ આકાર લીધો તે ‘સેવા’ હતી.
@Mehul
આ પણ વાંચો:PM મોદી વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય સાચવશે, બાદમાં જશે નવસારી
આ પણ વાંચો:નવસારીના બીલીમોરામાં ચૂંટણીના પરીણામ બાદ બબાલ
આ પણ વાંચો:નવસારીમાં ખાળકુવો બનાવતા બે મજૂરો ખાળકુવામાં ફસાયા