Navsari News : નવસારીમાં ખાળકૂવો બનાવતા બે મજૂરો ખાળકૂવામાં ફસાયા હતા. આ મજૂરો સ્ક્વેર હાઈટ બિલ્ડીંગના ડ્રેનેજનો ખાળકુવો બનાવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના ઈટાડવાથી એરૂ તરફ જતા માર્ગ પર બની હતી. જેમાં ખાળકુવાની દિવાલ ચણતી વખતે દિવાલનો ભાગ પડતા દુર્ઘટના બની હતી.
જેમાં દિવાલનો ભાગ પડતા બે મજૂરો અંદર દબાયા હતા. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તે સિવાય નાયબ મામલતદારની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
બાદમાં બંને મજૂરોને બહાર કાઢી નવસારી સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: નડિયાદ લઠ્ઠાકાંડ કેસઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો, સોડા પીવાના કારણે મોત !
આ પણ વાંચો:નડિયાદમાં મલારપુરા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો
આ પણ વાંચો:નડિયાદ શહેરમાં ચોમાસા દરમિયાન જળબંબાકારથી કાંસની સફાઈના કૌભાંડનો પર્દાફાશ
