અમદાવાદ/ AMC દ્વારા આ 4 સ્ટાર હોટલ સામે મોટી કાર્યવાહી, સૂપમાંથી જીવાત નીકળતા કિચન કરાયું સીલ

ઉસ્માનપુરમાં આવેલા ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટલના કિચન સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સીલ મારવામાં આવ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યું છે.શહેરના ઘણા એકમો સામે કોર્પોરેશન દંડ કરતા હોય છે.આવી જ એક ઘટના અમદાવાદની એક મોટી હોટેલમાં સામે આવી છે.ઉસ્માનપુરમાં આવેલા ફેરફિલ્ડ બાય મેરિયોટ હોટલના કિચન સામે કાર્યવાહી કરવામાં આવી અને તેને સીલ મારવામાં આવ્યું હતું.

એક ગ્રાહક  તેના પરિવાર સાથે હોટલમાં જમવા માટે ગયા હતા,આ ગ્રાહકે સૂપનો ઓર્ડર કર્યો હતો.જ્યાં આ  ગ્રાહકના સૂપમાંથી જીવાત નીકળી હતી. જે અંગે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.ઓનલાઇન ફરિયાદનો નિકાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો.હેલ્થ વિભાગની ટીમ દ્વારા હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ડોક્યુમેન્ટ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હોવાથી કિચન સીલ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. ભાવિન જોશીએ જણાવ્યું હતું કે,અમારી ટીમ દ્વારા કિચનમાં કોઇપણ પ્રકાર નો ખાદ્ય પદાર્થ ન બનાવવા ક્લોઝર નોટિસ આપી બંધ કરાવ્યું છે. કિચનમાં પેસ્ટ કંટ્રોલ વગેરે કરાવી અને તેમની પાસેથી વહીવટી ચાર્જ લીધા બાદ જ કિચન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ફૂડ વિભાગે જણાવ્યું હતું કે, હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ પાર્લર તથા ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લીસમેન્ટ માં સંકળાયેલા ધંધાર્થીઓને જણાવવામાં આવે છે કે, આપના ધંધાના સ્થળે પેસ્ટ કંટ્રોલ તાત્કાલીક કરાવી તથા કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ અંગેનું સર્ટિફિકેટ પણ મેળવી લેવાનું રહેશે. વધુમાં આવનારા ગરમીના દિવસો દરમિયાન વિવિધ પ્રકારના ઠંડાપીણા, પેકેજ ડ્રિન્કીંગ વોટર, આઇસ્ક્રીમ, બરફના ગોળા, લસ્સી, શરબત વગેરેના ધંધા સાથે સંકળાયેલા એકમોની સઘન તપાસની કામગીરી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..

આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો

આ પણ વાંચો:મને કોઈ દિલ્હીનું કોઈ તેડું નથીઃ રૂપાલા