રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્રને નાગપંચની પર્વેએ એક સાપે ડંખ માર્યો હતો,તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસે્ડવામાં આવ્યા હતા તેમની હાલત અત્યારે સારી છે.હાલ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર અને માલપુર-મેઘરજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ વાઘેલા બાપુના નોલેજ વિલેજ કેમ્પસમાં રાત્રિના સમયમાં આંટા મારી રહ્યા હતા તે સમય દરમિયાન તેમને એક સાપે ડંખ માર્યો હતો ,ત્યારબાદ તેમને સત્વરે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, હાલ તેમની તબિયતમાં સુધારો છે,સૂત્રોના જણાવ્યા અનુસાર આ સાપ કોબ્રા હોવાની વાત સામે આવી છે . જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઇ જતાં તેમે હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.
