Tamilnadu News : ઈન્દિરા ગાંધીએ 1947 માં ભારતના રામેશ્વરમ સ્થિત કચ્ચાથીવુ દ્વીપ શ્રીલંકાને ભેટમાં આપી દીધો હતો. દરેક ભારતીય તેનાથી નારાજ હતો અને નક્કી થઈ ગયું હતું કે કોંગ્રેસ પર ભરોસો ન કરી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક આરટીઆઈ રિપોર્ટનો હવાલો આપીને કોગ્રેસ પર ગુસ્સો ઉતાર્યો હતો. સોમવારે વિદેશ મંત્રી એસ જયશંકરે કચ્ચાથીવુ મામલે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની વાત મુકી હતી.. તેમણે કહ્યું કે આ એવો મુદ્દો નથી, જે આજે અચાનક ઉઠ્યો છે. આ મામલો સંસદ અને તામિલનાડુમાં સતત ઉઠતો રહ્યો છે, તેની પર ચર્ચા થઈ છે. આ મુદ્દે હાલના મુખ્યમંત્રીને 21 વાર જવાબ પણ આપ્યો છે.
ભારતના તામિલનાડુ અને શ્રીલંકા વચ્ચે ઘણો મોટો સમુદ્ર વિસ્તાર છે. આ સમુદ્ર વિસ્તારને પાક જલડમરૂમધ્ય કહેવાય છે. અહીં અનેક ટાપુ છે, જેમાંના એક દ્વીપનું નામ કચ્ચાથીવુ છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયની વેબસાઈટ અનુસાર કચ્ચાથીવુ 285 એકરમાં ફેલાયલો દ્વીપ છે. આ દ્વીપ બંગાળની ખાડી અને અરબી સમુદ્દને જોડે છે.
આ દ્વીપ 14 મી સદીમાં એક જ્વાળામુખી વિસ્ફોટ બાદ બન્યો હતો. જે રામેસ્વરમથી અંદાજે 19 કિમી. અને શ્રીલંકાથી જાફના જીલ્લાથી અંદાજે 16 કિમી. દૂર છે. રોબર્ટ પાર્ક 1755 થી 1763 સુધી મદ્રાસ પ્રાંતના અંગ્રેજ ગવર્નર હતા. આ સમુદ્ર ક્ષેત્રનું નામ રોબર્ટ પાકના નામ પર જ પાક સ્ટ્રેટ રાખવામાં આવ્યું હતું.
સમુદ્રની વચ્ચોવચ સ્તિત આ વિરાન દ્વીપ પર ભારત અને શ્રીલંકા બન્ને લાંબા સમયથી પોતપોતાનો દાવો કરતા રહ્યા છે. 19 મી સદી સુધી આ વિસ્તાર રામનાદ સામ્રાજ્યનો ભાગ હતો. 17 મી સદીમાં રઘુનાથ દેવ કિલાવને પોતાને રામનાદ સામ્રાજ્યના રાજા ઘોષિત કરી દીધા. ત્યારબાદ કચ્ચાથીવુ દ્વીપ પર તેમનું રાજ થઈ ગયું. 1902 માં ભારતની બ્રિટીશ હુકુમતે આ દ્વીપ પર શાસનનો અધિકાર રામનાદ અથવા રામનાથપુરમ સામ્રાજ્યના રાજાને આપ્યો.
ત્યારબાદ પકામનાથપુરમના રાજા અહીંના લોકો પાસેથી માલગુજારી વસુલતા હતા. તેઓઅંગ્રેજ અધિકારીને તેના બદલામાં એક ખાસ રકમ આપતા હતા. 1913 માં ભારત સરકારના સટિવ અને રામનાથપુરમના રાજા વચ્ચે એક સમજૂતી થઈ હતી. જે મુજબ કચ્ચાથીવુને શ્રીલંકાને બદલે ભારતનો હિસ્સો બતાવ્યો હતો.
1921 માં પહેલીવાર આ વિસ્તારને લઈને ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદ થયો. તે સમયથી આ દ્વીપ અંગ્રેજોના કબજામાં હતો. અંગ્રેજોએ આ વિવાદ પર વધુ ધ્યાન ન આપ્યું. તેને કારણે આ વિવાદ વધતો ગયો. તે પહેલા બન્ને દેશના માછીમારો આ દ્વીપનો ઉપયોગ જાળ સુકવવા માટે કરતા હતા.
1974 થી 1976 દરમિયાન તે સમયના ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંદી અને શ્રીલંકાના વડાપ્રધાન સિરિમાવ ભંડારનાયકેએ ચાર સમુદ્દી જળ પર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તે મુજબ ભારતે આ દ્વીપને શ્રીલંકાને સોંપી દીધો હતો. ત્યારથી શ્રીલંકા તેની પર કાનુની રીતે પોતાનો દાવો કરે છે.
જ્યારે ભારત સરકારે આ દ્વીપને લઈને શ્રીલંકા સાથે સમજૂતી કરી હતી ત્યારે તામિલનાડુ સરકારે તેનો વિરોધ કર્યો હતો. તે સમયે તામિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી એમ.કરૂણાનિધીએ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે આ દ્વીપ ઐતિહાસિક રૂપે રામનાદ સામ્રાજ્યની જમીનદારીનો હિસ્સો છે. તેવામાં ભારત સરકાર કોઈ પણ કિંમતે આ વિસ્તાર શ્રીલંકાને ન આપવો જોઈએ. જોકે આ સમજૂતી મુજબ ભારતીય માછીમારોને અહીં માછલી મારવા અને જાળ સુકવવાની મંજુરી આપવામાં આવી હતી. તેને કારમે ભારતીય માછીમારો ત્યાં જતા હતા.પરંતુ 2009 બાદ શ્રીલંકા નૌસેના ત્યાં જતા ભારતીય માછીમારોની ધરપકડ કરવા લાગી
ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલી સમજૂતીના 15 વર્ષ બાદ 1991માં તામિલનાડુ વિધાનસભાએ કચ્ચાથીવુને ફરીથી એકવાર ભારત સાથે મલાવવાની વાત કરી. તેને માટે રાજ્ય સરકારે ક પ્રસ્તાવ પાસ કર્યો હતો. શ્રીલંકાના ગૃહયુધ્ધ દરમિયાન તેની ઉત્તરની સીમાઓ પર તમિલ ઉર્ગવાદી સંગઠ્ઠન એલટીટીઈનો કબજો હતો.
તેને કારણે તામિલનાડુના માછીમારો માછલી પકડવા આ દ્વીપ પર સરળતાથી પહોંચી શકતા હતા. 2008 માં જયલલીતાએ 1974 અને 1976 દરમિયાન કચ્ચાથીવુ દ્વીપ સમજૂતીને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો.
2009માં શ્રીલંકાની સરકાર અને એલટીટીઈ વચ્ચેની લડાઈ લગભગ પુરી થવા જઈ રહી હતી. એલટીટીઈ સંગઠ્ઠન કમજોર થઈ રહ્યું હતું. તેવામાં શ્રીલંકા સરકારે પોતાની સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી હતી. જ્યારે પણ તામિલનાડુના માછીમારો માછલી મારવા આ દ્વીપની નજીક આવતા હતા ત્યારે સ્રીલંકા પોલીસ તેમને પકડી લેતી હતી.
તેને કારણે તીય ક્ષેત્રમાં રહેનારા લોકો આ દ્વીપને પરત લેવાની માંગ ફરીથી કરી રહ્યા છે. સ્રીલંકા સરકારનું કહેવું છે કે સમુદ્દમાં તેના જળ ક્ષેત્રમાં માછલીઓ અને બીજા જળચર જીવો ઓછા થઈ ગયા છે. તેને કારમે માછીમારોની આજીવીકા પ્રભાવિત થઈ છે. તેવામાં ભારતના માછીમારોને તેઓ આ ક્ષેત્રમાં માછલી મારવાની મંદુરી આપી ન શકે. 2014 માં ભારત સરકારે એક જનહિત અરજીના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટને જમાવ્યું હતું કે કચ્ચાથીવૂ દ્વીપ પર શ્રીલંકાની સંપ્રભુતા ખૂબ સાફ અને સ્પષ્ટ મામલો છે. ભારતના માછીમારોને આ વિસ્તારમાં માછલી પકડવાની ગતિવિધીઓમાં સામેલ થવાનો કોઈ અધિકાર નથી.
શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ તેન્નાઈ સ્થિત તમિલ ટીવી ચેનલમાં એક ઈન્ટરવ્યુમાં એવું કહીને વિવાદ ઉભો કર્યો હતો કે જો ભારતીય માછીમારો કચ્ચાથીવૂ દ્વીપ વાલા શ્રીલંકાના જળ ક્ષેત્રમાં ધુસપેઠ કરે છે તે તેમને ગોળી પણ મારી દઈ શકીએ છીએ.
તામિલનાડુના બીજેપી ચીફ કે.અન્નામલાઈએ કચ્ચાથીવૂ સંદર્ભની જાણકારીને લઈને આરટીઆઈ દાખલ કરી હતી. તેમાં લખ્યું હતું કે 1974 માં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિમાવો ભંડારનાયકેએ એક સમજૂતી કરી હતી. તેને આધારે આ દ્વીપને શ્રીલંકાને ઔપચારિક રીતે સોંપવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ ઈન્દિરાએ તામિલનાડુમાં લોકસભા કેમ્પેઈનને જોતા આ સમજૂતી કરવામાં આવી હતી. આ મુદ્દો ઉઠાવીને વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને ઘેરવાની કોશિષ કરી છે.
આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી
આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…
આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો
