ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ચીને ફરી એકવાર અટકચાળો કર્યો છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો દાખવવાના તાજેતરના પ્રયાસો વચ્ચે, ડ્રેગનએ ભારતીય રાજ્યમાં વિવિધ સ્થળોના 30 નવા નામોની યાદી બહાર પાડી છે. જો કે આ નામોની વધુ વિગતો હજુ સુધી ઉપલબ્ધ નથી, આ નામો ચીની અક્ષરોમાં લખાયેલા છે. આ નામો પર્વતો, નદીઓ અને સ્થળોને આપવામાં આવ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને આર્મી ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી ચીન સ્તબ્ધ છે. તેઓ અરુણાચલ પ્રદેશને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. જો કે, યોગ્ય જવાબ આપતા, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે. આ પહેલા પણ ભારત અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને નકારી રહ્યું છે. ભારત કહે છે કે રાજ્ય દેશનો અભિન્ન અંગ છે અને “કાલ્પનિક” નામ રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં.
ચીનના મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’એ રવિવારે અહેવાલ આપ્યો કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે ‘જંગનાન’માં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી બહાર પાડી. ચીન અરુણાચલ પ્રદેશને ‘જંગનાન’ કહે છે અને રાજ્યને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પ્રદેશ માટે વધારાના 30 નામો પોસ્ટ કરવામાં આવ્યા હતા. ચીન કે જે અરુણાચલ પ્રદેશને ઝંગનાન તરીકે ઓળખે છે, તેણે મહિનાની શરૂઆતમાં “ચીનના પ્રદેશનો સહજ ભાગ” તરીકે પ્રદેશ પરના તેના દાવાને પુનરાવર્તિત કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે “ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કહેવાતા અરુણાચલ પ્રદેશ” પરના દાવાને તે સ્વીકારતું નથી અને તેનો નિશ્ચિતપણે વિરોધ કરે છે.
જો કે આ નામો વિશે વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે આ નામો અરુણાચલ પ્રદેશના 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે. નોંઘનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશમાં પોતાનો દાવો સાબિત કરતા અગાઉ પણ આ રીતે નામોની યાદી બહાર પાડી છે. પ્રથમ યાદી 2017માં જાહેર કરવામાં આવી હતી, જ્યારે બીજી યાદી 2021માં જાહેર કરવામાં આવી હતી.ચોથી યાદી બહાર પાડતા સરકારે જણાવ્યું હતું કે વિદેશી ભાષાઓ અથવા લઘુમતી ભાષાઓમાં નામો રાજ્ય પરિષદ દ્વારા ઘડવામાં આવેલા ધોરણોનું પાલન કરવામાં આવશે.
આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ
આ પણ વાંચો: West Bengal/બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો: IOCL – Gas Cylinder Rate/એપ્રિલ ! ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો
આ પણ વાંચો:CM Yogi-Campaign/સીએમ યોગીનો વીજળીવેગી પ્રચાર, એક દિવસમાં ત્રણ સંબોધન કરશે