Gujarat/ 1 કરોડના ડ્રગ્સ મામલામાં SOGની મળી સફળતા, વેશપલટો કરી પીછો કરી આરોપીને પકડયો

1 કરોડના ડ્રગ્સ મામલામાં SOGની મોટી સફળતા મળી છે. એક સપ્તાહ પહેલા પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 08T122051.566 1 કરોડના ડ્રગ્સ મામલામાં SOGની મળી સફળતા, વેશપલટો કરી પીછો કરી આરોપીને પકડયો

સુરત: 1 કરોડના ડ્રગ્સ મામલામાં SOGની મોટી સફળતા મળી છે. એક સપ્તાહ પહેલા પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો. શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે 1 કરોડથી વધુનું હાઈપ્યોરિટી MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. દરમ્યાન પોલીસને જોતા જ આરોપીઓ ભાગી છૂટયા હતા. સીસીટીવીમાં પણ આરોપીઓ ભાગતા હોવાનું કેદ થયું છે. જો કે પોલીસે ભાગેડુ આરોપીઓને પકડવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું. અને અંતે પોલીસને સફળતા મળી અને આરોપીઓને ઝડપી પાડ્યા.

સપ્તાહ પહેલા જ પોલીસે શહેરના લાલગેટ વિસ્તારમાંથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે લાલગેટ વિસ્તારમાં બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. SOGએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી. દરમ્યાન એક શખ્સ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ લઈને નીકળ્યો હતો.  જે શખ્સ દ્વારા આ ડ્રગ્સનો  ઓર્ડર આપવામાં આવ્યો હતો તેને આપવા લઈ જવામાં આવતું હતું. દરમ્યાન પોલીસને જોતા જ બે શખ્સ ત્યાંથી ભાગી છૂટયા હતા. પોલીસે આ રેડમાં  પ્રતિબંધિ 1 કિલો એમડી ડ્રગ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગની કિમંત આશરે 1 કરોડ હોવાની માનવામાં આવે છે. ડ્રગ્સની હેરાફેરી કરનારા બંને શખ્સને પકડવા પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.

ભાગી છૂટેલા મોહમ્મદ કાસીફ ઉર્ફે પશીના અને શહેબાઝ શેખ નામના બે આરોપીમાંથી એસઓજી પોલીસે એકની ધરપકડ કરી છે. 1 કરોડ ડ્રગ્સ મામલામાં પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આ ડ્રગ્સ મોહમ્મદ કાસિફ શેખ નામના માણસે મંગાવ્યુ હતું. ડ્રગ્સ મંગાવનાર મોહમ્મદ કાસિફ મુંબઈ ગયો અને ત્યાંથી ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે આરોપીનો 188કિમી પીછો કર્યો અને ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત દેવા શરીફ ખાતેથી વેશપલટો કરી ઝડપી પાડ્યો. ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીઓને પકડવા SOGની ટીમે ફિલ્મી ઢબે કામગીરી કરી. પોલીસે વેશપલટો કરી બંને આરોપીઓને ઉત્તર પ્રદેશથી આરોપીઓને પકડી પાડ્યા. ઉત્તરપ્રદેશથી રાજ્યમાં આરોપીઓને લાવવામાં આવ્યા છે. પોલીસ તેમની અટકાયત કરી ડ્રગ્સ મામલે વધુ પુછપરછ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન