Asia Cup/ અફઘાનિસ્તાને શ્રીલંકાને આઠ વિકેટે હરાવીને અપસેટ સર્જાયો

શનિવારે એશિયા કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 105 રન જ બનાવી શકી હતી

Top Stories Sports
6 30 અફઘાનિસ્તાને શ્રીલંકાને આઠ વિકેટે હરાવીને અપસેટ સર્જાયો

શનિવારે એશિયા કપની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 19.4 ઓવરમાં 105 રન જ બનાવી શકી હતી. જવાબમાં અફઘાનિસ્તાને 59 બોલ બાકી રહેતાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષેએ 38 અને ચમિકા કરુણારત્નેએ 31 રનનું યોગદાન આપ્યું હતું. રાજપક્ષેએ 29 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો જ્યારે કરુણારત્નેએ 38 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાને બે-બે જ્યારે નવીન-ઉલ-હકે એક વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે પહેલી જ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીએ કુસલ મેન્ડિસ અને ચારિત અસલંકાને એલબીડબલ્યુ આઉટ કર્યા હતા. અસલંકા ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો ,જ્યારે મેન્ડિસે બે રન બનાવ્યા. બીજી ઓવરમાં પથુમ નિસાંકા પણ ગયો હતો, જોકે તેની વિકેટ પણ ચર્ચામાં હતી. આ પછી ભાનુકા રાજપક્ષે અને દાનુષ્કા ગુનાથિલાકા વચ્ચે ચોથી વિકેટ માટે સારી ભાગીદારી થઈ હતી. બંનેએ ચોથી વિકેટ માટે 32 બોલમાં 44 રનની ભાગીદારી કરી હતી. ગુણાથિલાકા 17 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

શ્રીલંકાના સાત બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. હસરંગા અને રાજપક્ષેએ પાંચમી વિકેટ માટે 11 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન દાસુન શનાકા ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ચમિકા કરુણારત્નેએ છેલ્લી ઓવરમાં ચાર્જ સંભાળ્યો અને છેલ્લી વિકેટ માટે દિલશાન મદુશંકા સાથે 29 બોલમાં 30 રનની ભાગીદારી કરી. ચમિકાએ 38 બોલમાં 31 રન બનાવ્યા હતા.